તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 25th August 2025
મુંજકામાં રૂડાના ૧૪ આવાસ ધારકોએ હપ્તા ન ભરતા તંત્રની કડક કાર્યવાહી
આવાસ ધારકોને વારંવાર જાણ કરવા છતા રકમ જમા ન કરતા આખરે ફલેટ રદ કરાયા

રાજકોટ, તા. રપઃ શહેરના કાલાવડ રોડ, મુંજકા વિસ્તારમાં રૂડાના આવાસ યોજનામાં આવાસ ધારકોએ આજ દિન સુધી હપ્તા પેટે બાકી રહેતી રકમ ભરપાઈ ન કરતા ૧૪ આવાસો રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે રાજકોટ શહેરી વિકાસ સતામંડળની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરી વિકાસસત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-૧ પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૭૩, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કળતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકામાં આવાસો આવાસધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂડાના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે આવાસધારકોને વારંવાર અત્રેની કચેરીએથી જાણ કરવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્વારા રૂડામાં રકમ જમા કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.
જેમાં ફલેટ નં. એ-પ૦૧, એ-૬૦૮, બી-૧૦૮, ડી-ર૦૧, ઇ-૧૦પ, જી-૭૦૪, એચ-૧૦ર, એચ-૬૦૪, જે-૧૦૪, એલ-પ૦૮, એન-ર૦૩, એન-૩૦૪, એન-૬૦પ તથા એન-૭૦૧ નો સમાવેશ થાય છે.
આ બાબતે કોઇપણ પ્રકારના વાંધાવચકા હોય તો આજથી દિન-૭ માં અત્રેની કચેરીમાં કામકાજના સમય દરમ્યાન આવાસ શાખાનો સંપર્ક કરવા રૂડાની સતાવાર યાદીમાં જણાવાયું છે
(4:18 PM IST)










