<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

શ્‍યામ ગ્રુપ દ્વારા ‘સ્‍વામિનારાયણ ચોક કા રાજા'નું કાલે સ્‍થાપન : દરરોજ પૂજા અર્ચના

 

રાજકોટ તા. ૨૬ : શ્‍યામ ગ્રુપ દ્વારા સ્‍વામિનારાયણ ચોક ખાતે સતત ૧૫માં વર્ષે ગણેશોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘સ્‍વામિનારાયણ ચોક કા રાજા'નું કાલે વાજતે ગાજતે સ્‍થાપન કરાયા બાદ તા. ૬ સપ્‍ટેમ્‍બર સુધી મહોત્‍સવ ઉજવાશે. દરરોજ સવારે પૂજન અર્ચન અને રાત્રે ૮ વાગ્‍યે મહાઆરતી થશે. ભાવિકો દર્શનનો લાભ લેશે.

આ ધાર્મિક પ્રસંગે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ થશે. જેમાં જાણીતા લોકમેળા ફેઇમ લોકસાહિત્‍યકાર મીમીક્રી આર્ટીસ્‍ટ તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) વિવિધ શૈલીમાં વિનામુલ્‍યે કલાપીરસશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્‍યામગ્રુપના નારણભાઇ બોળીયા, રોહીતભાઇ બોળીયા, વોર્ડ નં. ૧૩ યુવા ભાજપ મહામંત્રી દિનેશભાઇ બોળીયા, શ્‍યામ બોળીયા તેમજ ગણેશ ભકતો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નારણભાઇ બોળીયા, તુલસીદાસ ગોંડલીયા અને રોહીતભાઇ બોળીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:58 PM IST)