News of Tuesday, 26th August 2025
ગણેશજીનું જીવનચરિત્ર લોકો પોતાના જીવનમાં ચરિતાર્થ કરે
મેયર સહિતના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છા : શ્રેષ્ઠ શ્રી ગણેશ : પંડાલ સ્પર્ધામાં ભાગ લેવા તથા નિયત સ્થળે મુર્તિ વિસર્જીત કરવા અપીલ

રાજકોટ, તા., ૨૬ : શહેરીજનોને વિધ્નહર્તા દેવશ્રી ગણેશના તહેવારની હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવા અને આ તહેવારનું ધાર્મિક મહત્વ અને ભગવાન ગણેશનું જીવનચરિત્ર પોતાના જીવનમાં ચરિતાર્થ કરે તેવી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આયોજીત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં ભાગ લેવા તેમજ વિસર્જન સમયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલ સ્થળે જ વિસર્જન કરવા મેયર સહિતના પદાધિકારીઓએ ખાસ અપીલ કરી હતી.
મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા શહેરીજનોને આ તહેવાર હર્ષ અને ઉલ્લાસથી સહપરિવાર ઉજવવા અને આ તહેવારનું ધાર્મિક મહત્વ અને ભગવાન ગણેશનું જીવન ચરિત્ર પોતાના જીવનમાં ચરિતાર્થ કરે તેવી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે તેમજ શહેરીજનોને પર્યાવરણની જાળવણી કરવાની સાથોસાથ પર્યાવરણનું રક્ષણ કરવા માટે વિધ્નહર્તા દેવ શ્રી ગણેશજીની માટીની અથવા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવા, સ્વચ્છતા જાળવવા, રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજીત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધાૅમાં ભાગ લેવા તેમજ વિસર્જન સમયે મનપા દ્વારા નક્કી કરેલ સ્થળે જ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે
(3:59 PM IST)










