<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ત્રિકોણ બાગ પાસે ખાનગી બસની ઠોકરે બાઇક ચડતાં ૧૯ વર્ષના યુવાનનું મોત

ભગવતીપરાનો આદમ અંસારી ૧૯મીએ ઠોકરે ચડયો હતોઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં માતમ

 

રાજકોટ તા. ૨૬: શહેરના ત્રિકોણ બાગ નજીક સાત દિવસ પહેલા ટ્રાવેલ્‍સ બસની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક ભગવતીપરાના યુવાનને ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા બોરીચા સોસાયટી રાજાભગત ગોૈ શાળાવાળી શેરી-૪માં રહેતો આદમ મહમ્‍મદભાઇ અંસારી (ઉ.વ.૧૯) તા. ૧૯/૮ના રોજ બાઇક હંકારી જતો હતો ત્‍યારે ત્રિકોણબાગ પાસે ખાનગી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલમાં, ત્‍યાંથી એચસીજી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી ફરીથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ આજે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇએ એ-ડિવીઝનમાં ાજણ કરી હતી.

મૃત્‍યુ પામનાર આદમ ચાર ભાઇમાં બીજો હતો અને ગરેડીયા કુવા રોડ પર હાર્ડવેરની દૂકાનમાં કામ કરતો હતો. દૂકાનનો માલ આપીને પરત જતો હતો ત્‍યારે અકસ્‍માત નડયાનું સગાએ કહ્યું હતું. (૧૪.૧૫)

 

(2:55 PM IST)