તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Tuesday, 26th August 2025
વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ હિરેન મહેતાની નવી ઓફિસનું ઉદઘાટન
ડી આર એમ ગિરિરાજ મીનાજી, અકિલાના એડિટર કિરીટભાઈ ગણાત્રા, એડીઆરએમ કે.કે. ચોબે તથા જનરલ સેક્રેટરી આર. જી. કાબરના હસ્તે ખુલ્લી મુકાઇઃ ઉત્સાહભેર સેંકડો કર્મચારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો

રાજકોટ તા.૨૬: ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના ઝોનલ પ્રેસિડેન્ટ હિરેન મહેતાની નવી ઓફિસ નું ઉદઘાટન ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગીરીરાજ કુમાર મીના, અકીલાના એડિટર શ્રી કિરીટભાઈ ગણાત્રા, જનરલ સેક્રેટરી શ્રી આરજી કબર તથા એ ડી આર એમ શ્રી કે કે ચોબેજી ના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ડિવિઝનના સુનિલકુમાર ગુપ્તા, સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીના, સિનિયર ડીએસટી એચએસ આર્ય, સિનિયર ડીએમી મેઘરાજ, સિનિયર ડીપીઓ અમળત સોલંકી, એપીઓ કે કે દવે, ભુપત ચાવડા તથા બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શિત જાની સમાજ સેવક પિયુષભાઈ મહેતા, ભાવનગર ના ડિવિઝનલ સેક્રેટરી ભરત ડાભી તથા કળણાલ કાબર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહી હિરેન મહેતા તથા વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ તરફનો વિશ્વાસ અને તોહ દર્શાવ્યો હતો.
ઉદઘાટીત ઓફિસકે જ્યાં ઝોનલ પ્રેસિડેન્ટ હિરેન મહેતા અને રાજકોટ ની અન્ય શાખાઓના પદાધિકારીઓ બેસશે અને રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ જેવી કે બાકી રહી ગયેલા પ્રમોશન કે અન્ય ભથ્થાઓ, કાર્ય સ્થળ ના પ્રશ્નો, કોલોની અને ક્વાટર્સના પ્રશ્નો, કાર્ય સ્થળે જરૂરિયાતની પ્રોટેક્શન ટૂલ્સ, બેઝિક વ્યવસ્થાઓ પાણી , વોશરૂમ, બેસવા ની વ્યવસ્થા, રેનકોટ, શુઝ, સ્વેટર, હેલ્મેટ, જેકેટ, સ્ટાફ શોર્ટેજ, બદલી, રેલવે હોસ્પિટલ ને લગતી જરુરીયાતો અને ઉત્કળષ્ટ સેવાઓ વગેરે માટે પ્રશાસન સાથે વાટાઘાટો કરી કર્મચારીઓના પક્ષમાં કાર્ય કરશે, સંઘર્ષ કરશે, કર્મચારીઓ ના હક માટે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ જેવા કે OPS, ૮ કલાક ડ્યુટી અવર્સ, LDCE OPEN ફોર ઓલ, રોકાયેલા ભથ્થાઓ, પગાર ધોરણની ક્ષતિઓ માટેની રાષ્ટ્રીય સ્તરની લડાઈ કે જે NFIR દ્વારા કરવામાં આવી રહી છે તેના માટે ના વિરોધ પ્રદર્શન, ધરણા વગેરે માટે આદેશ અનુસાર કર્મચારીઓની સાથે રહી કાર્ય કરવા માં આવશે. સંગઠન નેં વધુ ને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન મંડલ રેલ પ્રબંધક શ્રી ગિરિરાજકુમાર મીનાજી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ wrms ના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરતા ખુશી અનુભવતા અપેક્ષા કરું છું કે કર્મચારીઓના પ્રશ્નોને અમારા સુધી પહોંચાડી કર્મચારીઓના હક માટે વધુને વધુ કાર્ય કરશે અને અમારા તરફથી પણ નિયમોને આધીન રહીને કર્મચારીઓના કલ્યાણ અર્થે પ્રશાસન તરફથી રહી જતી ક્ષતિઓને પૂર્ણ કરી તેઓના રાઈટ્સ અપાવવા પૂરો સહયોગ કરીશું. આજના વ્યસ્ત અને તણાવગ્રસ્ત સમયમાં રેલ કર્મચારીઓના કલ્યાણ હેતુ કાર્ય કરવા એ એક ચેલેન્જ છે જે હિરેન મહેતા અને તેમની ટીમ કરી રહી છે જે અભિનંદન ને પાત્ર છે. રેલવે રાષ્ટ્રની જીવનરેખા છે અને રેલવેને ૨૪ / ૭ ચલાવનાર રેલ કર્મચારીઓ ના હક અને હિત માટે સતત કાર્ય કરનાર આ સંગઠન નેં અને કર્મચારીઓને અભિનંદન આપું છું.
આ પ્રસંગે કર્મચારીઓને ઉદબોધિત કરતા જનરલ સેક્રેટરી શ્રી આરજી કાબરએ જણાવ્યું હતું કે પુરા વેસ્ટન રેલવેમાં રાજકોટ ડિવિઝનની આ ઓફિસ ખૂબ સરસ રીતે બનાવાયેલ છે એ બદલ પ્રશાસનનો આભાર માનુ છું. સાથે સાથે ડિજિટલ ઓફિસ બનાવી સોશિયલ મીડિયા અને અન્ય મીડિયાનો ઉપયોગ કર્મચારીઓના કલ્યાણ હેતુ સમસ્ત વેસ્ટન રેલવેમાં અહીંથી કાર્ય કરી શકાય એવી અપેક્ષા કરું છું. આપ સર્વ કર્મચારીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપનો હિરેન મહેતા તરફનો સ્નેહ અને વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ તરફનો વિશ્વાસ દર્શાવે છે. વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ આપ સર્વેના કલ્યાણ માટે હંમેશા કાર્ય કરતું રહ્યું છે અને આગળ પણ કરતા રહેશે એવો વિશ્વાસ દેવડાવું છું. વધુને વધુ લોકો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ સાથે જોડાય અને સંગઠનને મજબૂત કરો એવી અપેક્ષા કરું છું.
કાર્યક્રમના અંતમાં હિરેન મહેતા એ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, સમસ્ત રેલ કર્મચારીઓ તથા આ કાર્યક્રમને સફળ બનાવનાર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની સમગ્ર ટીમ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જોનલ પ્રેસિડેન્ટ તરીકે હું આપ સર્વેને વિશ્વાસ દેવડાવું છું કે કયારેય પણ કર્મચારીઓનો વિશ્વાસ તૂટે એવું નહીં કરું આપ સર્વેના હિત અને કલ્યાણ માટે હું અને મારી ટીમ સહદેવ તત્પર છીએ આપનો સહયોગ અને સંપર્ક હંમેશા બનાવી રાખશો એવી અપેક્ષા કરતાં આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું..
આ કાર્યક્રમને સફળ બનાવવા ઓખાથી લઈ, ખંભાળિયા, હાપા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવલખી, વાંકાનેર, વણી રોડ, સુધી ના વિવિધ સ્ટેશનો તથા રાજકોટના વિવિધ વિભાગોમાંથી કર્મચારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની ટીમે શ્રી હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ ડી.આર. સોઢા, અવની ઓઝા, એ બી સરવૈયા, અમિત ભાર્ગવ, એમ કે જાડેજા, નિરવ રાવલ, હરેશ અમદાવાદી, રાજુ રાવલ, અંકિત મેહતા,હરદેવસિંહ જાડેજા, અભિષેક રંજન ધર્મેન્દ્રસિંહ, સંદિપ ઝાલા ,કેતન ભટ્ટી, ડી એસ શર્મા, ઈકબાલભાઈ , શૈલેષ ભટ્ટ, ચંદ્રેશ ત્રિવેદી, ચંદ્રેશ રાઠોડ, ગજેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ જસ્મીન ઓઝા, મયુરસિંહ, મનિષ ઉપાધ્યાય,જયેશ ડોડીયા, સંજય પંડ્યા, રામકળષ્ણ, યોગીરાજ, હિતેશ પરમાર તથા ધર્મિષ્ઠા થોરિયા , જયશ્રી સોલંકી, પુષ્પા ડોડીયા, જ્યોતિ મહેતા ,ધર્મિષ્ઠા પૈજા , વિધિ મેહતા વગેરેએ એ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.(૨.૨૩)
(2:56 PM IST)










