<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સર્વેશ્‍વર ચોકમાં ગણેશોત્‍સવઃ રામ મંદિર થીમ ઉપર પંડાલ બનાવાયો

સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નવમાં વર્ષે આયોજનઃ મહાઆરતી, સત્‍યનારાયણ ભગવાનની કથા, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વૃધ્‍ધાશ્રમના વડીલોના હસ્‍તે આરતી-ભોજન, અન્‍નકૂટ દર્શન

રાજકોટઃ શહેરની મધ્‍યે ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્‍વર ચોક છેલ્લા નવ વર્ષથી સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગણપતિ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન થાય છે. જેમાં આ વર્ષે ગણેશ પંડાલ ‘‘રામ મંદિર'' ઉપર આધારિત છે જે મેરલ ઈન્‍ડસ્‍ટ્રીઝ એલ.એલ.પી.ના અશ્‍વિનભાઇ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવેલ છે તથા ગણપતિ મહોત્‍સવની થીમ ‘‘કોપર બેઝ્‍ડ એન્‍ટીક થીમ ઓફ ટેમ્‍પલ'' આધારીત છે જે સમગ્ર ડીઝાઈન ખોડલધામ ઈવેન્‍ટના શ્રી અશોકભાઈ લુણાગરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગણપતિ મહોત્‍સવમાં દરરોજ સવારે ૮:૩૦ કલાકે મંગળા આરતી ૭:૪૫ કલાકે મહાઆરતી તથા રાત્રે ૧૨ કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષથી જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવેલ છે. જેમાં દરેક દિવસ દરેક ભાવીકોને પ્રસાદ આપવામાં આવે છે દરરોજ ૩૦ થી ૪૦ હજાર ભાવિકો દર્શનનો લાભ લ્‍યે છે તથા પોતાની માનતા પુરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રૂ.૫૦,૦૦,૦૦૦નો વીમો લેવામાં આવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

તા.૨૭ના રોજ સવારે ગણેશ ચતુર્થીના દિવસે સ્‍થાપના કરવામાં આવશે તથા રાત્રે ૯ કલાકે સત્‍ય નારાયણ ભગવાનની કથા, તા.૩૧ના રોજ બ્‍લડ ડોનેશન કેમ્‍પ, તા.૦૧/૦૯ના રોજ અનાથ બાળકોનો જમણવાર રાત્રે ૮ કલાકે રાખેલ છે. તા.૪ના રોજ સાંજે ૫ કલાકે અન્‍નકુટના દર્શન રાખેલ છે.

૯ ફૂટના ઈકોફ્રેન્‍ડલી શેષનાગવાળા અને મુરલી વગાડતા ગણપતિ દાદાની મૂર્તિ મુકવામાં આવશે. વિસર્જન તા.૦૬ના રોજ પોલીસ કમિશ્‍નરશ્રીની સુચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવેલ છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:47 PM IST)