<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

લોધાવાડ ચોકમાં દૂકાનમાં ઢળી પડતાં વેપારી અજયભાઇ ઉતેળીયાનું મોત

હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. લોધાવાડ ચોકમાં આવેલી પોતાની દૂકાનમાં હાર્ટએટેક આવી જતાં વેપારીનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ અંકુર રોડ પર ન્‍યુ ગોપાલ પાર્ક-૨માં રહેતાં અજયભાઇ પાંચભાઇ ઉતેળીયા (ઉ.વ.૪૫) સાંજે છએક વાગ્‍યે લોધાવાડ ચોકમાં આવેલી પોતાની કનૈયા એન્‍જીનીયરીંગ નામની દૂકાને હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા સહિતે કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર અજયભાઇબે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. દૂકાનમાં બોરવેલના પાર્ટસનો વેપાર કરતાં હતાં. તેમના ભાઇ પણ સાથે વેપાર કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

(2:28 PM IST)