<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

નરેન્‍દ્રભાઈના નેતળત્‍વમાં ભારતીય પોર્ટ બિલ-૨૦૨૫ પસારઃ પોરબંદર પોર્ટના વિકાસની સાંસદ રામભાઈ મોકરીયાએ કરી રજૂઆત

રાજકોટઃ તા. ૨૭: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં લોકસભામાં ૧૨ ઓગસ્‍ટ, ૨૦૨૫ના રોજ ભારતીય પોર્ટ બિલ-૨૦૨૫ પસાર કરવામાં આવ્‍યું છે. આ ઐતિહાસિક બિલને આવકારતા રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ સંસદમાં પોરબંદર પોર્ટના વિકાસ માટે મહત્‍વની રજૂઆત કરી હતી.

શ્રી મોકરીયાએ જણાવ્‍યું કે પોરબંદર વ્‍યૂહાત્‍મક રીતે મહત્‍વનું અને બારમાસી કુદરતી પોર્ટ છે. તેમણે પોર્ટના બારામાં વારંવાર ભરાઈ જતી રેતીની સમસ્‍યાનો ઉલ્લેખ કર્યો અને CRZ નિયમોને કારણે ડ્રેજિંગમાં આવતી અડચણો દૂર કરવા વિનંતી કરી. રેતી ભરાઈ જવાથી માછીમારોને ભારે તકલીફ પડે છે, જે તેમની આજીવિકાને અસર કરે છે.

સાંસદે પોર્ટ સુધી ફરીથી રેલવે સેવા શરૂ કરવા માટે પણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્‍યું કે અગાઉ ગેરકાયદેસર દબાણોને કારણે આ સેવા બંધ થઈ હતી, પરંતુ હવે દબાણો દૂર કરાયા છે. રેલવે મંત્રી અને પોર્ટ મંત્રી બંનેએ આ બાબતે સકારાત્‍મક વલણ દર્શાવ્‍યું છે. પોર્ટનો વિકાસ થવાથી રેલવેને આવક થશે, માલની હેરફેર સસ્‍તી અને સરળ બનશે, અને સ્‍થાનિક લોકોને રોજગારી પણ મળશે.

ભારતીય પોર્ટ બિલ-૨૦૨૫: એક ક્રાંતિકારી કાયદો શ્રી મોકરીયાએ ભારતીય પોર્ટ બિલ-૨૦૨૫ને એક સીમાચિન્‍હરૂપ કાયદો ગણાવ્‍યો. તેમણે જણાવ્‍યું કે આ બિલ ૧૯૦૮ના જૂના કાયદાનું સ્‍થાન લેશે અને ભારતના બંદરોનું સંચાલન આધુનિક યુગને અનુરૂપ બનાવશે. આ બિલ સહકારી સંઘવાદ, સંકલિત આયોજન અને વ્‍યૂહાત્‍મક વિકાસને પ્રોત્‍સાહન આપશે.

તેમણે છેલ્લા દસ વર્ષમાં પોર્ટ ક્ષેત્રની નોંધપાત્ર સિદ્ધિઓ પણ રજૂ કરી -નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કાર્ગો હેન્‍ડલિંગ ૮૫૫ મિલિયન ટનની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્‍યું. છેલ્લા દસ વર્ષમાં મુખ્‍ય પોર્ટ્‍સની ક્ષમતામાં ૮૭%નો વધારો થયો છે.  ડિજિટલાઈઝેશનથી જહાજો ખાલી કરવાનો સમય ૪ દિવસથી ઘટીને માત્ર ૪૮ કલાક થઈ ગયો છે. સાગરમાલા યોજના હેઠળ રૂ. ૧.૪૧ લાખ કરોડના ૨૭૨ પ્રોજેક્‍ટ પૂર્ણ થયા છે. વર્લ્‍ડ બેંકના ગ્‍લોબલ કન્‍ટેનર પોર્ટ પર્ફોર્મન્‍સ ઇન્‍ડેક્‍સમાં હવે ભારતના નવ પોર્ટનો સમાવેશ થાય છે.

આ બિલ ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષશે અને આંતરરાષ્‍ટ્રીય જોડાણને મજબૂત બનાવશે, સાથે જ દરિયાઈ સલામતી અને પર્યાવરણના ધોરણોનું પાલન પણ સુનિヘતિ કરશે. 

(3:22 PM IST)