<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

હિરાસર નજીક ‘હિટ એન્‍ડ રન': વૃધ્‍ધા રૂડીબેનનું મોત

રૂપાવટીથી વાંકાનેર દિકરીને મળવા જવું હોઇ વાહનની રાહ જોઇને ઉભા હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૭: વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં રૂડીબેન હરજીભાઇ રાઠોડ (ઉ.વ.૮૦) નામના વૃધ્‍ધા  હીરાસર એરપોર્ટ નજીક હતાં ત્‍યારે અજાણ્‍યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર રૂડીબેનને સંતાનમાં ચાર દિકરા અને ચાર દિકરી છે. તેમની એક દિકરી વાંકાનેર રહેતી હોઇ તેની ખબર પુછવા આટો મારવા જવા નીકળ્‍યા હતાં. હીરાસર એરપોર્ટ નજીક વાહનની રાહ જોઇને ઉભા હતાં ત્‍યારે અજાણ્‍યો કારચાલક ઠોકરે ચડાવી ભાગી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. એરપોર્ટ પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.

(3:59 PM IST)