News of Thursday, 28th August 2025
પોપટપરામાં રહેતાં વૃધ્ધ અલીભાઇ સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત
સ્કૂલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં: કારણ અકળ

રાજકોટ તા. ૨૮: શહેરના પોપટપરા શેરી નં. ૯/૧૪ના ખુણે રહેતાં અલીભાઇ જુસબભાઇ સોલંકી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે ઘરે પતરાના એંગલમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા અલીભાઇ સ્કૂલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ બે બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી. (૧૪.૧૨)
(2:43 PM IST)










