News of Thursday, 28th August 2025
વાલ્મીકી સમાજ ગાંધીગ્રામ શ્યામનગરના પ્રમુખ (પટેલ) પદે હરેશભાઈ પરમાર વિજેતા

રાજકોટ,તા.૨૮: રાજકોટ વાલ્મીકી સમાજ ગાંધીગ્રામ, શ્યામનગરના પ્રમુખ (પટેલ) પદ માટે હરેશભાઈ જેન્તીભાઈ પરમાર વિજેતા બનતા ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હરેશભાઈ પરમારે જણાવ્યુ હતુ કે બેલેટ પેપરથી કરવામાં આવેલ આ ચુંટણીમા઼ કુલ ચાર ઉમેદવારો હતા. શાંતિપૂર્ણ યોજાયેલ આ ચૂંટણીમાં જ્ઞાતિજનોએ મારાઉપર જે વિશ્વાસ મૂકી મને વિજેતા બનાવ્યો તે બદલ હું સૌનો આભારી છું.
મારી જવાબદારી હું સુપેરે સંભાળીશ. ખાસ કરીને સમાજને વ્યસન મુક્તિ તરફ લઈ જવો, ખોટા ખર્ચામાંથી બચાવવો. શિક્ષણ માટે પ્રોત્સાહન સમૂહલગ્ન, જેવા કાર્યોને અમે અગ્રીમતા આપવા કટીબધ્ધ છીએ. વાલ્મીકી સમાજના કોઈપણ પ્રશ્નો હોય તો અમે સાંભળી અને ઉકેલના પ્રયાસો કરીશુ.
તસ્વીરમાં વાલ્મીકી સમાજ ગાંધીગ્રામ -શ્યામનગરના પ્રમુખ (પટેલ) તરીકે વિજેતા બનેલ હરેશભાઈ જે.પરમાર (મો.૯૮૭૯૨ ૭૮૮૮૪) અને તેમની સાથે મૂન્નાભાઈ બહાદુરભાઈ વાળા, ગોવિંદભાઈ ચનાભાઈ નારોલા, રાજુભાઈ મંગાભાઈ પરમાર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:30 PM IST)










