News of Friday, 29th August 2025
રાજકોટ ખાતે ત્રિદિવસીય ‘‘નેશનલ સ્પોર્ટસ ડે''ની ઉજવણીનો પ્રારંભ
મેયર સાંસદ સભ્યો તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓનું સન્માન, ફિટ ઇન્ડિયા શપથ, હોકી મેચનો પ્રારંભ

રાજકોટ તા. ૨૯: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આજથી ૩૧ ઓગસ્ટ સુધી ‘‘નેશનલ સ્પોર્ટ્સ ડે''ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે મેયર નયનાબેન પેઢડીયા, સંસદ સભ્યો પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ તેમજ ધારાસભ્ય ઉપસ્થિતિમાં હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ ખેલાડીઓએ ‘ફીટ ઈન્ડિયા'ના શપથ લીધા હતાં. આ સાથે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કળષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ મહેશ જાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, વિવિધ રમતના કોચ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.
(3:36 PM IST)










