<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ગંદકી કરનાર લોકો- વેપારીઓને ૨૦ હજારનો દંડ

મનપાની સોલીડ વેસ્‍ટ શાખાની કાર્યવાહી શહેરના ત્રણ ઝોનના ૭૮ લોકો પાસેથી ચાર્જ વસુલાયો

રાજકોટ તા.૨૯: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ૦૪ દિવસમાં ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા લોકો પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.

જેમાં ૦૪ દિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૭૮ લોકો પાસેથી રૂ ૨૦૩૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(3:37 PM IST)