News of Saturday, 30th August 2025
ગોંડલમાં રેલ્વે સ્ટેશને બ્રીજનું કામ કરતી વખતે પટકાતાં દીપભાઇને ગંભીર ઇજા
મુળ રાજસ્થાનના કારીગર સારવાર હેઠળઃ વરસાદને કારણે પગ લપસી જતાં બનાવ

રાજકોટ તા. ૩૦: ગોંડલમાં રેલ્વે સ્ટેશન ખાતે લોખંડનો બ્રીજ બનાવવાનું કામ ચાલુ હોઇ ત્યાં દસ બારની ઉંચાઇ પર કામ કરી રહેલા મુળ રાજસ્થાના કારીગર દીપભાઇ મહાવીરપ્રસાદ જોષી (ઉ.વ.૫૩) રાતે દસેક વાગ્યે બ્રીજ પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
દીપભાઇ આઠ દસ દિવસથી અહિ બ્રીજનું કામ ચાલતું હોઇ બીજા કારીગરો સાથે કામ કરી અહિ જ રહે છે. તેને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે પરિવારનો એક જ આધારસ્તંભ છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. તેની સાથેના સગાએ કહ્યું હતું કે ધીમો ધીમો વરસાદ આવતો હોઇ પગ લપસી જતાં તે પડી ગયાનું સાથેના વ્યક્તિએ જણાવ્યું હતું.
(1:05 PM IST)










