<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

સમસ્‍ત ગુજરાત પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા કાલે ‘ઓસ્‍કાર એવોર્ડ સમારોહ'

 

રાજકોટ તા. ૩૦ : સમસ્‍ત ગુજરાત પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા કાલે તા. ૩૧ના રવિવારે ‘ઓસ્‍કાર એવોર્ડ ૨૦૨૫' સમારોહનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે ગુજરાતના વરિયા પ્રજાપતિ સમાજના ધો.૧ થી કોલેજ કક્ષા સુધી ગુજરાતી, અંગ્રેજી માધ્‍યમ અને સીબીએસસી બોર્ડના તેજસ્‍વી વિતદ્યાર્થીઓને સન્‍માનિત કરવા કાલે તા. ૩૧ ના રવિવારે બપોરે ર થી સાંજે ૭ સુધી અટલ બિહારી બાજપાઇ ઓડીટોરિયમ, પેડક રોડ ખાતે ઓસ્‍કાર એવોર્ડ એનાયત સમારોહ ગોઠવવામાં આવેલ છે.

આ કાર્યક્રમ પ્રજાપતિ સમાજના ભામાશા સ્‍વ. કરમશીભાઇ ડોસાભાઇ ઉભડીયા અને પ્રખર તબલચી સ્‍વ. મગનભાઇ ગંગારામભાઇ સવાડીયાને સમર્પિત કરવામાં આવેલ છે.

સાથે વોલન્‍ટરી બ્‍લડ બેન્‍કના સહયોગથી રકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે. ૧૦૦ થી વધુ બોટલ રકત એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો છે. સૌએ ઉત્‍સાહભેર રકતદાન કરવા અનુરોધ કરાયો છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિયા પ્રજાપતિ સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા કરાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખ નરેશભાઇ શામજીભાઇ ઘરોડીયા (મો.૯૮૨૪૨ ૦૦૯૨૮), ઉપપ્રમુખ કાન્‍તિભાઇ હંસરાજભાઇ બારેજીયા, ઓસ્‍કાર કમીટીના ધવલભાઇ અંદોદરીયા, ધવલભાઇ અંદોદરીયા, મિહિરભાઇ ધરોડીયા, મિતભાઇ ધરોડીયા, દર્શિતભાઇ વારનેશીયા, જેરામભાઇ અંદોદરિયા, વલ્લભભાઇ ધુમલિયા, યશભાઇ અંદોદરિયા, આનંદભાઇ નારણીયા, મહેશભાઇ સખનપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ઓસ્‍કાર એવોર્ડ સમારોહની વિગતો વર્ણવતા સમસ્‍ત ગુજરાત પ્રજાપતિ શિક્ષણ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:06 PM IST)