News of Saturday, 30th August 2025
પાટીદાર ચોકમાં યુડી કલબ દ્વારા ગણપતિ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝારઃ આજે મનસુખભાઇ વસોયાનો લોકડાયરો

રાજકોટઃ ઉમા ડાયનેમિક ક્લબ દ્વારા ગણપતિ દાદાના પુજન અર્ચન અને આરાધનાના છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આ વર્ષે પણ આયોજન કરાયુ છે. જેમાં દુંદાળા દેવની કળપાથી સાંસ્કળતિક કાર્યક્રમોની વણઝાર સર્જાય છે. યુડી ક્લબના ૧૧૧ કાર્યકર્તા તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે. ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે શુક્રવારે રાજ પટેલ રાજકોટિયન્સ પ્રસ્તુત ભવ્ય કાનગોપીને અભૂતપૂર્વ સફળતા મળી છે. વિસ્તારના લોકો આ કાન ગોપી નિહાળવા ઉમટી પડયા હતા. તદુપરાંત બીજા દિવસે ફેમેલી ગેમ્સનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ હતું. જયારે પ્રથમ દિવસે રામધૂનનું આયોજન કરવામાં આવેલ હતુ. આજે શનિવારે યુડી ક્લબ દ્વારા સાધુ વાસવાણી રોડ પર આવેલ પાટીદાર ચોક ખાતે શ્રી મનસુખભાઈ વસોયા પ્રસ્તુત લોક ડાયરાનું આયોજન રાત્રે ૮:૩૦ કલાકે કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને કાઠિયાવાડી લઢણભરી ભાષામાં હાસ્ય પીરસનાર કપ્લીનની છાપ ધરાવતા સૌરાષ્ટ્રનું ગૌરવ એવા કલાકાર મનસુખભાઈ વસોયાને સાંભળવા યુવાનોમાં ઉત્સાહ વર્તાય રહ્યો છે.
પાટીદાર સમાજના અને યુડી કલબના યુવા આગેવાનો દ્વારા ગણપતિ મંગલ મહોત્સવ ખાતે તા. ૩૧ના રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે ફૂડ કોમ્પીટીશન તેમજ તા. ૦૧ સોમવારે રોજ રાત્રે ૯:૩૦ કલાકે જાદુગર ઉમેશ રાવના જાદુઈ શોનું આયોજન કરવામાં આવેલ છે. યુડી ક્લબ દ્વારા આયોજિત ગણપતિ મંગલ મહોત્સવમાં શહેરના સામાજિક રાજકિય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ગણપતિ દાદાના આશિર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, નિતિનભાઈ ભુત તથા વોર્ડ નંબર-૯ ના પ્રમુખ અને મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુડી ક્લબના એડવાઇઝરી ડાયરેક્ટરશ્રી સર્વેશ્રી જીવણભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઇ વસનાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા, પુષ્કરભાઈ પટેલ તથા યુડી ક્લબના પ્રમુખશ્રી પંકજભાઈ કાલાવડીયા તેમજ યુડી ક્લબના પાટીદાર સમાજના ૧૧૧ સમર્પિત ઉમા સેવકોએ ખૂબ જહેમત ઉઠાવેલ.
(3:52 PM IST)










