<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

રજપૂતપરામાં સ્‍પામાં ત્રણ રૂપલલના રાખી મેનેજર-સંચાલક ચલાવતા'તા કૂટણખાનુ

બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલ્‍યાઃ દોઢેક મહિનાથી ચાલતા'તા અવળાધંધા : એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલની ટીમનો દરોડોઃ કશ્‍યપ ચુડાસમા અને રાહુલ હજારીયાની ધરપકડ : ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત કાર્યવાહીઃ ગ્રાહકો પાસેથી ૩૫૦૦ વસુલી લલનાને ૧૦૦૦ આપી ૧૫૦૦ પોતે રાખતાઃ ૧૦૦૦ એન્‍ટ્રી ફી રાખી હતી

રાજકોટ તા. ૩૦: શહેરમાં અગાઉ અનેક વખત અલગ અલગ સ્‍પામાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વધુ એક વખત આવી કાર્યવાહી થઇ હતી. જેમાં રજપૂતપરા મેઇન રોડ પર સુરભી કોમ્‍પલેક્ષના બીજા માળે સેવન પ્‍લસ સ્‍પામાં સંચાલક અને મેનેજર બહારની યુવતિઓને રાખી તેની પાસે લોહીનો વેપલો ચલાવતાં ઝડપાઇ ગયા છે.

એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે રજપૂતપરામાં સુરભી કોમ્‍પલેક્ષના બીજા માળે આવેલા સેવન પ્‍લસ સ્‍પામાં કૂટણખાનુ ચાલે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને મોકલતાં બાતમી સાચી ઠરી હતી અને દરોડો પાડયો હતો. જો કે દરોડા વખતે કોઈ ગ્રાહક મળ્‍યો નહોતો.   રાજકોટની બે અને પヘમિ બંગાળની એક મળી ત્રણ રૂપલલના મળી આવી હતી. આ ત્રણેયને પોલીસે સાક્ષી બનાવી હતી અને મેનેજર  મેનેજર કશ્‍યપ નિતીન ચુડાસમા (રહે. જામનગર રોડ, નવી કોર્ટ પાસે, શ્રીજી પાર્ક શેરી નં. ૧) અને સંચાલક રાહુલ મનોજભાઈ હજારીયા (રહે. રેલનગર, આસ્‍થા ચોક, ગુરૂવારી બજાર પાસે) સામે ઇમ્‍મોરલ ટ્રાફિક પ્રિવેન્‍સન એક્‍ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. 

પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું કે આ બંને શખ્‍સો ગ્રાહક પાસેથી કુલ રૂા. ૩૫૦૦ વસુલતા હતા. જેમાંથી રૂા. ૧,૦૦૦ રૂપલલનાને આપતા હતા. બાકીના રૂા. ૧૫૦૦ પોતે રાખતા હતા. સ્‍પામાં  એન્‍ટ્રી ફીના નામે રૂા. ૧,૦૦૦ અલગથી વસુલ કરતાં હતા.  પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી રૂા. ૧૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, ધારાભાઇ ગઢવી, કરણભાઇ વીરસોડીયા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર અને એકતાબેન ભોરણીયાએ આ કામગીરી કરી હતી.

(4:01 PM IST)