<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

‘યાજ્ઞિક રોડ કા રાજા' ગણેશ મહોત્‍સવમાં વિવિધ સમાજના આગેવાનોના હસ્‍તે મહઆરતી

 

રાજકોટ : અત્રેના યાજ્ઞિક રોડ પર શહેર કોંગ્રેસ સમિતિ પરિવાર દ્વારા ‘યાજ્ઞિક રોડ કા રાજા' ગણેશ મહોત્‍સવનનું આયોજન કરાયુ છે. દરરોજ રાત્રે ૮ વાગ્‍યે મહાઆરતી થાય છે. વિવિધ ધાર્મિક સાંસ્‍કૃતિ કાર્યક્રમો સાથે દાદાના ગુણલા ગવાઇ રહ્યા છે. જેમાં  ક્ષત્રિય ગિરાસદાર સમાજ, કારડીયા રાજપૂત સમાજ, માલધારી સમાજના રાજકીય આગેવાનો, વેપારીઓ, ધાર્મિક સંસ્‍થાના આગેવાનો જોડાય છે. સમગ્ર ગણેશ મહોત્‍સવ માટે ક્ષત્રિય સમાજના અગ્રણીઓમાં કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, સામાજીક રાજકીય આગેવાનો દેવેન્‍દ્રસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ વાઘેલા, મયુરસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, તીર્થરાજસિંહ ગોહિલ, ગજેન્‍દ્રસિંહ ઝાલા, માલધારી સમાજના આગેવાનો ભીખાભાઇ પરસાડીયા, રાજુભાઇ જુંજા, રણજીતભાઇ મુંધવા, કોર્પોરેટર કોમલબેન હરેશભાઇ ભારાઇ, સુનિલભાઇ ભગત, મંગાભાઇ લાંગડીયા,  નારણભાઇ વકાતર, વણિક સમાજમાંથી પિયુષભાઇ મહેતા, જયભાઇ ખારા, ચાંદનીબેન મહેતા, અમિતભાઇ રવાણી, કારડીયા રાજપૂત સમાજમાંથી ચંદુભાઇ પરમાર, ભગીરથભાઇ ખુમાણ, રણવીરભાઇ વાળા, કલ્‍પેશભાઇ, ભાવેશભાઇ, હાર્દીકભાઇ, જનકસિંહ તેમજ આયોજકોમાં નરેન્‍દ્રભાઇ સોલંકી, નીતિનભાઇ ભંડેરી, હરપાલસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહિલ, મુકુંદભાઇ ટાંક, રવિ જીત્‍યા, વૈશાલી શીંદે, હિરલબા રાઠોડ, યજ્ઞેશભાઇ દવે, સોહિલ ઝેરીયા, દેવેન્‍દ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ રાણા, અક્ષાંશ ગોસ્‍વામી, આર્યન કનેરિયા, દેવ મકવાણા, જયદીપ જોશી, કેતનભાઇ ડોડીયા, રિધ્‍ધિબેન સોલંકી, પ્રફુલ્લાબા ચૌહાણ, હિરલબા રાઠોડ, શોભનાબેન જોષી, દીપુબેન રવૈયા, સંજના ગોહેલ, શીતલ ગોહેલ, આરીફભાઇ પઠાણ, લીના સોલંકી, દિપ્‍તીબેન સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે.

(4:12 PM IST)