<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

મીરાબાઈ ટાઉનશિપમાં આયોજિત ગણેશ મહોત્‍સવમાં રાત્રે સત્‍સંગ

 

રાજકોટઃ મવડીના પાળ રોડ ઉપર આવેલ મીરાબાઈ ટાઉનશિપમાં આયોજિત મીરાબાઈ ટાઉનશિપ કા રાજા ગણેશ મહોત્‍સવમા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.દરરોજ સવારે અને રાત્રીના આરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાઈ રહ્યા છે. આજે શનિવારે રાત્રે ૯ વાગ્‍યે  રાધે રાધે સત્‍સંગ મંડળના સત્‍સંગનુ આયોજન કરવામાં આવ્‍યું છે.દરરોજ ભાવિકો આરતી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. દરરોજ સવારે આજે સાંજે ગણપતિ દાદાની આરતી તથા પુજન-અર્ચન કથાકાર શંકર મહારાજ કરાવી રહયા છે. તસ્‍વીરમાં ગણપતિ મહારાજ સાથે મીરાબાઇ ટાઉનશીપના ભાઇઓ તથા બહેનો અને બાળકો સહિત ભાવિકો નજરે પડે છે.

(4:13 PM IST)