News of Sunday, 31st August 2025
કોઠારીયા રોડ વિસ્તારની ૧૭ વર્ષની સગીરા ગૂમઃ ભક્તિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગૂમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બારામાં ભક્તિનગર પોલીસે ગૂમ થનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ફયિરાદ દાખલ કરી છે. તેમની દિકરી તા. ૩૦/૮ના સવારે સાડા સાતે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થતાં પોલીસને જાણ કરી હતી. કોઇ તેણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ પીએસઆઇ વી. એલ. રાઠોડે પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:41 AM IST)










