<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ઘંટેશ્વર નજીક નવા દોઢસો રિંગ રોડ પરથી ૨૯ લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે રાજસ્થાની પુરખારામ ઝડપાયો: ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી રાધિકા ભારાઈની રાહબરીમાં યુનિવર્સિટી પીઆઇ એચ.એન. પટેલ, પીએસઆઈ એન.વી. ચાવડાની ટીમની કામગીરી: વાય. ડી. ભગત, પુષ્પરાજસિંહ ગોહિલ, પ્રદિત્યસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: શહેર યુનિવર્સિટી પોલીસે ૨૯ લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડી લઈ રાજસ્થાની ટ્રક ચાલકને પકડી લઈ દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ હાથ ધરી છે. ઘંટેશ્વર નવા દોઢસો રિંગ રોડ પર આ કામગીરી થઈ હતી

 જાણવા મળ્યા મુજબ દારૂ જુગારની પ્રવૃતિ નાબુદ કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી સુચના મળી હોઇ પોલીસ ઈન્સ્પેકટર એચ.એન.પટેલના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ પો.સબ ઇન્સ. એન.વી.ચાવડા તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતાં તે દરમ્યાન એએસઆઇ વાય. ડી.ભગત તથા હેડકોન્સ, પુષ્પરાજસિંહ ગોહિલ, તથા કોન્સ. પ્રાદિત્યસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજાને ખાનગી રાહે હકિકત મળી હતી કે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર તરફથી એક ટ્રક કન્ટેનર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી પસાર થવાનું છે આ હકિકતને આધારે વોચ રાખી ટ્રક કન્ટેનર નંબર RJ-19-GC-0705 આંતરી લઈ તલાશી લેતા અંદરથી મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હિસ્કી ઓરીજનલ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ કંપની શીલ પેક કાચની બોટલો ૨૧૦૦ રૂ. ૨૩,૧૦,૦૦૦ની તથા મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હિસ્કી ઓરીજનલ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ કંપની શીલ પેક કાચની બોટલો ૨૩૦૪ નંગ રૂ. ૫,૧૮,૪૦૦ની તેમજ ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હિસ્કી બ્રાન્ડની ૧૮૦ એમ.એલ કંપની શીલ પેક કાચની બોટલો ૩૮૪ નંગ રૂ. ૧,૩૪,૪૦૦ની મળી આવતા દારૂ તથા ૧૦ લાખનું કન્ટેનર તથા મોબાઈલ ફોન મળી કુલ ૩૯,૭૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે ટ્રક ચાલક ગાંધીનગર ખડીન તા.રામસર જી.બાડમેર રાજસ્થાનના રહેવાસી પુરખારામ સવરૂપારામ જાટને પકડી લીધો છે. આ શખ્સને દારૂ કોને આપવાનો હતો કોણે મોકલ્યો તેની તપાસ થઈ રહી છે.

 શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચના અન્વયે તથા નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) રાકેશ દેસાઇ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એચ.એન.પટેલ તથા પો.સબ ઇન્સ. એન.વી.ચાવડા તથા એ.એસ.આઇ. જે.એન. ખટાણા, વાય.ડી.ભગત તથા પો.હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, પુષ્પરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. વનરાજભાઇ લાવડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ટેમુભા, પ્રાદિત્યસિંહ ઝાલાની ટીમે કરી છે. 

(6:34 PM IST)