News of Monday, 1st September 2025
કેપીએસ કલબ ના ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં રંગત
પરસોતમભાઈ રૂપાલા, મૌલેશભાઈ ઉકાણી, પ્રશાંત કોરાટ સહીતના મહાનુભાવોએ દર્શનનો લ્હાવો લીધો ૧૦ દિવસીય ગણપતિ મહોત્સવમાં રોજ વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમોઃ લાઈવ પ્રસારણઃ આજે સાંજે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ

રાજકોટ તા.૩૦ કેપીએસ કલબ દ્વારા સતત પાંચમા વર્ષે ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં રાજકોટવાસીઓની રંગત જામી છે. નવા રાજકોટના વિકસીત વિસ્તાર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં ‘સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતી મહોત્સમાં તા. ૨૭ને પ્રથમ દિવસે બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, સનફોર્જના નાથાભાઈ કાલરીયા, એન્જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, હાઈબોન્ડ ગ્રુપના વલ્લભભાઈ વડાલીયા. લીટલ એન્જલના મનસુખભાઈ પાણે ઉપસ્થિત રહી વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો લીધો હતો. ૧૧ દિવસસીય ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ધ્ભ્લ્ ગણપતી મહોત્સવમાં બુધવારે બાળકો માટે કલર કોમ્પીટીશનમાં વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. માણેક જવેલર્સ, એન.જે. પેન્ટર્સ, મહેન્દ્ર જવેલર્સ તથા બાન લેબ નો સહયોગ પ્રાપ્ત થયો હતો. સાંસદ પરસોતમભાઈ રૂપાલા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, ભારતીબેન પાલીયા, વોર્ડ નં.૧૧ ની ભાજપ સંગઠન ટીમ, ઉમિયાધામ સિદસરના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ટ્રસ્ટી મુળજીભાઈ ભીમાણી, સબરસ ગ્રુપના રામજીભાઈ પનારા, સનાતન ગ્રુપના કૌશીકભાઈ રાબડીયાએ ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો હતો. ગુરૂવારે જામજોધપુરના ગ્રુપ દ્વારા મા-બાપને ભુલશો નહી સાંસ્કૃતીક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. બંટીભાઈ ઉમિયા મોબાઈલ, રઘુભાઈ રાઠોડ પ્રવિત્રમ ગ્રુપ, હસમુખભાઈ ઉકાણી, અલ્ટોસા ગ્રુપ, હિતેષભાઈ વિરોજા દર્શન હાઈટસે આરતીનો લાભ લીધો હતો. યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ, બાબુભાઈ ઘોડાસરા, ધીરૂભાઈ ડઢાણીયા, નીપુલભાઈ ડઢાણીયા, પ્રજ્ઞેશભાઈ સુરાણી, શૈલેષભાઈ સુરાણી, જગદીશભાઈ સુરાણી,ચેતનભાઈ તથા રાજુભાઈ મુન્નાભાઈ ઘેટીયા સહીતના એ આરતીનો લ્હાવો લીધો હતો. બાળકો માટે વૈશભૂષા સ્પર્ધા અને બહેનો માટે ટેટુ અને મહેંદી સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. શુક્રવારે ગણપતિ મહોત્સવમાં હસમુખભાઈ ઉકાણી, જીનેશભાઈ ઉકાણી, શ્યામલ ચુપના નીરજાભાઈ વિપુલભાઈ, અભય વાછાણી, જમનભાઈ વાછાણી, મનુભાઈ વિરપરીયા, કેતનભાઈ, ભરતભાઈ ખાનપરા, ગુણુભાઈ ઠેલાવાળા, બીપીનભાઈ હદવાણી, શૈલેષભાઈ પંડયા, ખુશાલભાઈ જાવીયા, ગીરીશભાઈ આંટોળા, એમ.ડી. ગઢવી એ દર્શનનો લ્હાવો લીધો હતો.
ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવમાં દરરોજ રાત્રે ૯ કલાકે વિવિધ સાંસ્કૃતીક મનોરંજક પ્રોગામ, વિવિધ સ્પર્ધાઓ સાંજે ૭:૧૫ કલાકે દુદાળાદેવ ની મહાઆરતી કરવામાં આવે છે. આજે મયુર બુધ્ધદેવ ટીમ દ્રારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ, તા. ૩૧ ના રોજ કલબ યુવી દ્રારા બહેનો માટે રાસ ગરબા, તા. ૧ સાંઇરામ દવે નો હાસ્ય દરબાર યોજાશે. તા. ૨ના રોજ કાન ગોપી, તા. ૩ ના રોજ ગુણવંત ચુડાસમાનો હસાયરો, તા. ૪ ના રોજ ધર્મેશ મકાતી દ્રારા વ્રજલીલાનો કાર્યક્રમ, તા. ૫ ના રોજ બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ અને રંગોળી સ્પર્ધા તથા યોજાશે. તા. ૬ અંતિમ દિવસે સવારે ૧૦ કલાકે ગણપતી મહોત્સવના સમાપન સાથે વિઘ્ન વિનાયકનું વિસર્જન કાર્યક્રમ યોજાશે.આયોજનને સફળ બનાવવા કેપીએસ કલબ ના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઈસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ઘેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલ ના માર્ગદર્શન હેઠળ કોર કમિટી ચંદ્રેશભાઈ શીરા, વસંતભાઈ કનેરીયા, હર્ષિત કાવર, ચેતન ભૂત, રિકેન વાછાણી, સંજય ખીરસરીયા, જય કડીવાર, કિશન સીણોજીયા, ગિરિશ વાછાણી, ગોપીભાઈ ત્રાંબડીયા, ચંદુભાઈ ગોવાણી, અમિતભાઈ ચાપાણી, હિતેન્દ્રભાઈ ઘેટીયા, હસુભાઈ નાર, કનક મેંદપરા, મનીષ કાલરીયા, પરેશ ઉકાણી, જીજ્ઞેશ કલોલા, કેવલ ખીરસરીયા, ધવલ ખાનપરા, રેનીશ માકડીયા, તૃષાર વાછાણી, હિરેન પાચાણી સહીતના કાર્યકરો ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(2:22 PM IST)










