<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

રાજકોટના SRP કમાન્‍ડન્‍ટ પ્રદીપસિંહ જાડેજાને ભવ્‍ય નિવળતિ વિદાયમાન

યશશ્વી અને નિર્વિવાદ કારકિર્દી ધરાવતા અધિકારીની ઇચ્‍છા ગાંધીનગરે પૂર્ણ કરેલ : ચકચારી ગુન્‍હાના આરોપી પકડનાર આ એસપી લેવલના અધિકારી સામાન્‍ય માણસના હમદર્દ હતા

રાજકોટ તા. ૧: પોતાની યશસ્‍વી કારકિર્દી અને બીજાને ઉપયોગી થવા સદા તત્‍પર એવા સંબંધોની મોટી મૂડી ધરાવતા રાજકોટ એસએસઆરપી ગ્રુપ ૧૩ ના કમાન્‍ડન્‍ટ પ્રદીપસિંહ જાડેજા વય મર્યાદા કારણે નિવળત થતા તેમનો ભવ્‍યાતિભવ્‍ય વિદાય સમારોહ યોજવામાં આવેલ. જેમાં રાજકોટના હથિયારધારી એકમોના વડા શ્રી.પ્રફુલ રોશન વિશેષ ઉપસ્‍થિત રહી , પ્રદીપસિંહ જાડેજાને નિવળતિ જીવનની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં તેઓના બેચમેટ રાજકોટ ટ્રાફિક એસીપી વી.જી. પટેલ, રીટા. ડીવાયએસપી અજયસિંહ જાડેજા, વિષ્‍ણુદાન ગઢવી, આર.કે.ઝાલા, ઉપરાંત રીટા. પોલીસ અધિકારી રીટા. ડીવાયએસપી કે.બી.ઝાલા, જે.બી.જાડેજા, એન.બી.જાડેજા, ડીં.ટી. વાઘેલા, ક્ષત્રિય આગેવાનો હરિヘંદ્રસિંહ જાડેજા, પરબતસિંહ જાડેજા, દેવેન્‍દ્રસિંહ જાડેજા, સહિતના તેઓના વતનના મિત્રો, કુટુંબીજનો, સ્‍કૂલ સમયના મિત્રો, જવાનો તથા અધિકારીઓ સહિતના બહોળા ચાહક વર્ગના લોકો પણ હાજર રહ્યા હતા...

તાજેતરમાં જ એસપી પ્રદીપસિંહ જાડેજાને સરકાર દ્વારા પ્રમોશન આપી, એસઆરપી ગ્રુપ ૧૩ ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી. એસપી પ્રદીપસિંહ જાડેજા, રાજકોટ તાલુકાના સૂકી સાજડિયાળી ગામના વતની છે અને પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને

ક્રમશઃ ડીસીપી લેવલે બઢતી મેળવી હતી, ગુનેગારો માટે કડક પરંતુ સામાન્‍ય માણસના હમદર્દ એવા પ્રદીપસિંહ જાડેજાની લાંબા વર્ષોથી પોતાના વતનમાં ફરજ બજાવવાની ઇચ્‍છા હતી, જે અભિલાષા રાજ્‍ય સરકારે તેમની યશશ્વી કારકિર્દી, અને નિર્વિવાદ સર્વિસ ધ્‍યાને રાખી ગણતરીના દિવસો માટે રાજકોટ એસઆરપી કમાન્‍ડન્‍ટ પદે નિમણૂક આપેલ. આ કાર્યક્રમમાં જાડેજા પરિવારના નિવળત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે બી જાડેજા, નિવળત ઓડિટર પરબતસિહ જાડેજા સહિતના સભ્‍યો દ્વાર મહેમાનોનું ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવેલ.

(2:48 PM IST)