<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

રંગોલી પાર્કની દુકાનોની હરરાજીના મુદ્દે કલેકટર અને હાઉસીંગ બોર્ડના ઇજનેરને માનવ આયોગે નોટીસ ફટકારી

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જમીનમાં શરત ભંગ કરી દુકાનો ગેરકાયદેસર બનાવીઃ રપમીએ સુનાવણી

રાજકોટઃ તા.૧,કાલાવડ રોડ ઉપર આવેલ રંગોલી પાર્કમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી ૯૮ દુકાનનો વિવાદ ઘેરો બન્‍યો છે. ગત સપ્‍તાહે આ દુકાનની ઈ-હરાજી કરવા ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્‍યા બાદ હવે ગુજરાત માનવ અધિકાર આયોગે રાજકોટના જિલ્લા કલેક્‍ટર અને ગુજરાત હાઉસીંગ બોર્ડના રાજકોટના કાર્યપાલક ઈજનેરને નોટિસ ફટકારી રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રંગોલી પાર્કના ર્પાકિંગના એરીયામાં ૬૮ દુકાન બનાવી તેની ગત૨૮ ઓગષ્ટના ઈ-હરાજી નક્કિ કરવામાં આવી હતી. આ દુકાન મામલે રંગોલી પાર્કના રહેવાસીઓ દ્વારા વિરોધ દર્શાવી ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવતા હાઈકોર્ટે ૧ સપ્‍ટેમ્‍બર સુધી દુકાનની હરાજી કરવા સામે ગુજરાત હાઉસીંગ બોર્ડને મનાઈહુકમ આપ્‍યો છે તેની સુનાવણી આગામી સોમવારે થનાર છે.

દરમિયાન આ મામલે રંગોલીપાર્કના રહેવાસીઓએ કલેક્‍ટર દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા શરતભંગ કરવામાં આવ્‍યો હોય અને દુકાનો ગેરકાયદેસર બનાવવામાં આવી હોવાની કરિયાદ સાથે ગુજરાત માનવ અધિકારી આયોગમાં ફરિયાદ કરવામાં આવતા માનવ અધિકાર આયોગે જિલ્લા કલેક્‍ટર અને ગુજરાત હાઉસીંગ બોર્ડના ઈજનેરને આગામી ૨૫ સપ્‍ટેમ્‍બરે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. આજે હાઉસીંગ બોર્ડની દુકાનોના મામલે હાઇકોર્ટમાં સુનવણી થનાર છે ત્‍યારે માનવ આયોગે પણ નોટીસ ફટકારી છે જેની સુનાવણી રપ મીએ રાખેલ હોય આ વિવાદ ઘેરો બનેલ છે.

(4:17 PM IST)