News of Tuesday, 2nd September 2025
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ લાવે છે ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથાનું અદિતિ દેસાઈ દિગ્દર્શિત અદભૂત નાટય મંચનઃ અકૂપાર
શહેરમાં ઉછરેલો એક શહેરીબાબુ જેવો ચિત્રકાર, આખા જંગલને શ્વાસમાં ભરી શકતીએક માલધારી કન્યા અને દર એક પળે જીવંત એવું જંગલઃ ટિકિટ બુકિંગ હેમ ુગઢવી હોલ પર સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી મો. ૯૦૨૩૨૮૨૪૦૭ બુક માઇશોએપ

રાજકોટઃ કલા પ્રેમી જનતા ઓડિટોરિયમમાં બેઠા બેઠા જગીર અને ગીરની સંસ્કૃતિ, રિવાજો અને પ્રકૃતિ સાથે નાતા દામ્યથી જીવતા ગીરવાસીઓની મુલાકાતે જઈ રહી છે. જીહાં, અકૂપાર ગુજરાતી નાટક કે જેના વિષે આપણે ઘણા દિવસોથી વાતો કરી રહ્યા છીએ.
પહેલા એમ મનાતું કે પૃથ્વી શેષનાગનીફેણ અને કાચબાની પીઠ પર ટકેલી છે અને જો એવું હોય તો તે ટેકો જે બિંદુ પર લાગેલોછે તે નક્કી ગીરની નીચે હશે - ગીર વિષે તો આવી કેટલીયે સ્નેહ-સરવાણીઓ, શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત અકૂપાર પુસ્તકમાં વાંચવાંમળશે અને આ પુસ્તકનો,નાટ્યઅનુવાદ નો પ્રયત્ન સાક્ષાત આંખો સામે જોવો હોય તો તમારે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત અકૂપાર નાટક જોવા આવવું પડે !
ગીરની ગરિમા, ગીરની જીવંતતા, ગીર અને પ્રકૃતિ સાથે દરેકે દરેક પાત્રનું દાત્મ્ય અને જીવનના કેટલાયેઉચ્ચ સત્યો સાવ જ સરળ ભાષામાંરજુ કરતુ નાટક એટલે અકૂપાર. દરેક પાત્રને ઊંડી સમજણ અને બારીક નકશી કામથી કોતરેલા આ નાટ્ય રુપાંતરમાં અકૂપાર પુસ્તક માં વર્ણવેલી ઘટનાઓને આબેહૂબ રજુ કરવામાં દિગ્દર્શિકા શ્રી અદિતિ દેસાઈ એ ઊંડી મહેનત લીધી છે તો કલાકારો RJ દેવકી સહીતઆખેઆખી ૩૦ જણા ની ટીમએદિગ્દર્શિકા ના સ્વપ્નને સાદ્યન્ત સ્ટેજ પર ઉતારવા ઊંડી મહેનત લીધી છે. સુંદર સેટ ગીરના જ પરિધાનોઅને ગીરની જ - માલધારીની ભાષાને બોલીમાં લાવવા દરેક કલાકારએ મહિનાઓની પ્રેકટીસ કરી છે.
ખમા ગઈર ને અને મારી વાલી ગઈર એવી ને એવી દાંત કાઢતી થઇ ગઈ અને ગઈરતો મારી માં, અજરામર છે આવા શબ્દો અને તે પણ આપણે સદા જેને એક જંગલ માનતા આવ્યા છીએ તેવા ગીર માટે મિત્રો , આવી જીવંતતા ભરેલા કેટ-કેટલાયે પ્રસંગો, વાક્યો, માન્યતાઓ, રૂઢિઓ અને પરંપરાઓ વિષે જાણવા મળશે અકૂપાર માં. આ પુસ્તક પોતાનામાં જ એક આગવો લ્હાવો છે તો એનું નાટ્ય રૂપાંતર પણ એટલી જ મજા પડે એવું છે.
શહેરમાં ઉછરેલો એક ચિત્રકાર ગીર ને , પ્રકૃતિની દોરવા આવે છે અને પછી શીખે છે ગીરની આંતરિક સુંદરતમ વિવિધતાઓ, ગીર ની ગરિમા , ગીર નો સ્વભાવ, ગીર માટે માં જેવી મમતા, પ્રકૃતિના રહસ્યો, પ્રકૃતિ અને જાનવરોના સંબંધો અને આખીયે પૃથ્વીને ચલાવતું , સૌથી સંતુલિત ચક્ર અને આ બધાયેથી ય ઉપર, એવી એક આંતરિક મુસાફરી જે નાયકની પાયાથી લઇ ને શૂન્ય અને એકાત્મની આખી સમજણ જ બદલી નાખે છે !!
આ નાટક છે આદરણીય શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા અકૂપારનું જ નાટ્ય રૂપાન્તર. શ્રી ધ્રુવ ભટ્ટ કોઈ જ ઓળખાણ ને આધીન નથી. બહુ જ સફળ અને પ્રસિદ્ધિ પામેલુંગુજરાતી ફિલ્મ રેવા શ્રી ધ્રુવ ભટ્ટના અત્યંત લોકપ્રિય પુસ્તક તત્વમસિ પર થી બનેલું. આ ઉપરાંત તેઓનીજ અન્ય નવલકથા તિમિરપંથી પર થીપણ એક ગુજરાતી ફિલ્મ નિર્માણાધીન છે. શ્રી ધ્રુવ ભટ્ટની તમામ લોકપ્રિય નવલકથાઓમાંથી એક એવી અકૂપાર માટે તેઓ મહિનાઓ સુધી ગીર ના નેસડાઓમાંફર્યા અને જાતે જોયેલા અનુભવો, કરેલી અનુભૂતિઓ અને ગીર ની જીવંતતા ને તેઓએનવલકથા ના રોચક સ્વરૂપે અકૂપારમાંઉતારી. અને આ નવલકથા નું નાટ્ય રૂપાંતર એટલે તારીખ ૪ સપ્ટેમ્બર એરાજકોટ માં જેનો શો છે તે અકૂપાર નાટક.
નાટકની બહુ જ જૂજ ટિકિટો બાકી હોઈ, આજે જ બુકીંગકરાવી લેવું હિતાવહ છે.નાટકનોએકમાત્રપ્રયોગ૪ સપ્ટેમ્બર ,ગુરુવાર ,રાત્રે ૯.૩૦ કલાકે.બુકિંગ માટે મોં. ૯૦૨૩૨ ૮૨૪૦૭ અને બૂક માય શો એપ ટિકિટ બુકિંગ હેમ ુગઢવી હોલ પર સવારે ૧૦ થી૨અન ેસાંજે૪ થી૮ વાગ્યા સુધી.
નાટકની ટિકિટ માટે ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુક માઇ શો એપ પર પણ ટિકિટો મળી શકશે.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગમા ંતેમના સદાયના શુભચિંતક અન ેદરેક ડગલે ને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત અકૂપાર નાટકના સપોર્ટર્સ તરીકે, લિટ્ટલ એંજલ ડાયપર, એપલ બેસન , એમજેઆર જ્વેલ્સ , સેલસ હોસ્પિટલ, આટોમાઇઝ સ્પાઇસીસ, પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ, સરાઝાહોટેલ, આદેશ કેબઅને અવર રાજકોટનો સહકાર સાંપડ્યો છે.
(10:24 AM IST)










