<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ચિત્રકૂટના ડો. બી.કે. જૈનની એમ્‍સ રાયપુરના અધ્‍યક્ષપદે નિયુકિત

શ્રી રણછોડદાસજીબાપુના અનન્‍ય ભકત એવા ડો. જૈનનું નેત્ર ચિકિત્‍સા અને સેવાકાર્યોમાં પ દાયકાનું યોગદાન

રાજકોટ, તા.ર :  ભારતીય નેત્રચિકિત્‍સા ક્ષેત્રના દિગ્‍ગજ અને શ્રી સદ્‌્‌ગુરૂ સેવા સંઘ ટ્રસ્‍ટ, ચિત્રફુટના ટ્રસ્‍ટી ડો. બુદ્ધેન્‍દ્ર કુમાર જૈનને અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્‍થાન (AIIMS) રાયપુરના અધ્‍યક્ષપદે નિયુકત કરવામાં આવ્‍યા છે. આ નિયુકિત કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ૧૪ ઓગસ્‍ટે જાહેર ગજેટ નોટિફિકેશનથી જાહેર કરવામાં આવી હતી.

ડૉ. બી કે. જૈનનો જન્‍મ ૫ ડિસેમ્‍બર ૧૯૪૮ના રોજ મધ્‍યમ વર્ગીય પરિવારમાં થયો હતો અને તેઓનું બાળપણ સતના, મધ્‍યપ્રદેશમાં વિત્‍યું કુટુંબીક રૂપે કચ્‍છ, ગુજરાતથી આવેલા તેમના પિતળવળદે સતનામાં વ્‍યવસાય શરૂ કર્યો હતો. નાના સંદેશથી લઈને મોટી લાગણી સુધી. તેમના જીવનમાં તેમના ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજની કળપા અને માર્ગદર્શનનું વિશેષ સ્‍થાન રહ્યું છે,  બાળપણમાં નેત્ર ચિકિત્‍સા કેમ્‍પોમાં સેવા આપતા તેઓએ આ ક્ષેત્રને જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું.

તેમણે જાતે ૧,૫૦,૦૦૦થી વધુ નેત્ર સર્જરીઓ સફળતાપૂર્વક કરી છે, જેમાં સ્‍મોલ ઈન્‍શીજન અને ફેકોએ મલ્‍ટિફિકેશન સહિત ઇન્‍ટ્રા ઓકયુલર લેનસ (IOL) પણ સમાવિષ્ટ છે. તેઓ શ્રી સદગુરુ સેવાસંઘ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને નિર્દેશક છે, જ્‍યાંથી તેઓએ નેત્ર સેવા સાથે સામુદાયિક શિવિર અને સામાન્‍ય સ્‍વાસ્‍થ્‍ય જેવી અનેક પ્રવળત્તિઓમાં વિશેષ યોગદાન આપ્‍યું છે.

ડો. જૈનની સેવા માત્ર નેત્રચિકિત્‍સા સુધી મર્યાદિત નથી. તેઓ ગામડાઓમાં આરોગ્‍ય સેવાઓ, મહિલાઓ સંશક્‍તિકરણ, પશુપાલન, કળષિ અને પર્યાવરણ સરક્ષણમાં પણ કાર્યરત છે. તેમણે સમુદાય આધારિત નેત્ર સેવા મોડલ વિકસાવ્‍યો છે, જે અંતર્ગત ૪૫૦૦ થી વધુ કેમ્‍પો દ્વારા દર વર્ષે ૧૬૫ લાખ થીવધુ દર્દીઓને સદગુરુ નેત્ર ચિકિત્‍સાલય ચિત્રકૂટમાં સર્જરી થઇ રહી છે. એમના આ મોઠેલને અનેક અન્‍ય ભારતીય અંદ વૈશ્વિક નેત્ર ચિકિત્‍સાની સંસ્‍થાઓ દ્વારા અપનાવવામાં આવ્‍યું છે.

ડૉ. જૈનને અનેક મહત્‍વપૂર્ણ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કારોથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે, જેમાં ૨૦૨૫માં ભારત સરકાર દ્વારા તેમને નેત્ર ચિકિત્‍સાનાં ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્‍કાર થી અલંકળત કરવામાં આવ્‍યા છે . તેમજ તેમને ૨૦૧૮માં લાઇફટાઇમ અચિવમેન્‍ટ એવોર્ડૅ મળ્‍યો છે, તે ઉપરાંત ઘણા અન્‍ય સમુદાય આધારિત અને સેવા ક્ષેત્રના પુરસ્‍કારો પણ પ્રાપ્ત થયા છે. તેઓએ પોતાનું જીવન અનુસંધાન, શિક્ષણ અને નૈતિકતાના ઉચ્‍ચતમ સ્‍તર સુધી પહોંચાડવામાં પસાર કર્યું છે

ડૉ. જૈન એમ્‍સ રાયપુરનાં નવા અધ્‍યક્ષ તરીકે મેડિકલ શિક્ષણ, શોધ અને સંશોધન અને રોગીયો ની સેવાનાં ક્ષેત્રે નવી દિશા લાવવા માટે પ્રયાસરત છે. તેમનો સંકલ્‍પ છે કે તેઓ માનવતાની સેવા, ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવા અને નવીનતા માટે સતત પ્રયત્‍નશીલ રહેશે. તેઓએ એમ્‍સને સમગ્ર દેશમાં જ નહીં, પરંતુ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ પ્રતિષ્‍ઠિત અને અગ્રણી આરોગ્‍ય સંસ્‍થા બનાવવાની દ્રષ્ટિ પુરી કરવા પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી છે! (૯.રર)

(2:58 PM IST)