<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયા કો.ચેરમેન તરીકે નિમાયેલ દિલીપભાઈ પટેલનું રાજકોટમાં અદકેરૂ સન્‍માન

રાજકોટ - લોધીકા - જસદણ - ગોંડલ - પડધરી સહિતના વકીલ મંડળોના હોદેદારોની ઉપસ્‍થિતી

રાજકોટ, તા.૨: રાજકોટના જ પનોતા પુત્ર અને એડવોકેટ એવા બાર કાઉન્‍સીલ પૂર્વ ચેરમેન દીલીપ પટેલની બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં કો. ચેરમેન તરીકે નિમણુક થતા રાજકોટ બાર એસોસીયેશનમાં હર્ષની લાગણી અનુભવેલ અને કોર્ટમાં દીલીપ પટેલનું સહ અધ્‍યક્ષ બનવા બદલ સન્‍માન કરવાનું રાજકોટ બા૨ના પ્રમુખ પરેશ મારૂ, ઉપ-પ્રમુખ સુમીતભાઈ વોરા, સેક્રેટરી સંદીપ વેકરીયા, હોદ્દેદારો કેતન મંડ, જીતુભાઈ પારેખ, પંકજ દોગા, રક્ષાબેન ઉપાઘ્‍યાય સહિતનાઓએ સોમવારે રાજકોટની કોર્ટમાં સન્‍માન કાર્યક્રમ ગોઠવેલ હતુ.

રાજકોટ શહેરના બાર એસો.ના મહિલા તથા પુરૂષ ધારા શાષાીઓ મોટી સંખ્‍યામાં દીલીપ પટેલ સાથે લાગણીથી જોડાયેલ હોય, હાજર રહેલ હતા. રાજકોટના મહિલા બાર એસો.ના નયનાબેન ચૌહાણ, કલેઈમ બારના ગોપાલભાઈ ત્રિવેદી, લેબર બારના વાઢેર, યાદવ, જી.એસ.ટી.બારના ત્રિવેદીભાઈ, રાજેશ કુકડીયા, રેવનયુ બાર એસો.ના રમેશભાઈ કથીરીયા, રેવન્‍યુ પ્રેકટીસના જી.એલ. રામાણી, ક્રિમીનલ બારના રાજભા હેરમા તથા તેમના હોદ્દેદારો દ્વારા દીલીપ પટેલનું સન્‍માન કરેલ હતુ.

આ તબકકે આ સત્‍કાર સમારંભમાં મોરબી બાર એસો.ના પ્રમુખ સોરીયા, દીલીપ અગેચણીયા, ગોંડલ બા૨ના રાખોલીયા, રૂમેશ પટેલ, લોધીકાના વિજયભાઈ રૈયાણી, જસદણના હોદ્દેદારો, પડધરીના કણઝારીયા વસંતભાઈ, પ્રફુલચંદ્ર કોટકભાઈ, રવિભાઈ ઝાલા સહિતના વિવિધ બાર એસો.ના હોદ્દેદારો તથા રાજકોટ શહેરની લો-કોલેજ દ્વારા અદકેરૂ સન્‍માન થયેલ હતુ.

રાજકોટ બાર એસોશીયેશનના સત્‍કાર સન્‍માન કાર્યક્રમમાં પ્રથમવાર દીલીપ પટેલ ઉપર એન્‍ટ્રીથી સ્‍ટેઈજ સુધી મહીલા ઘ્‍વારા પુષ્‍પવર્ષા કરવામાં આવેલ તેવો અદભુત નજારો જોવા મળેલ હતો. આ અનોખા કાર્યક્રમમાં બહેનોની વિશાળ સંખ્‍યા તથા સીનીયર ધારાશાષાીઓ જયદેવભાઈ શુકલ, એલ.જે.શાહી, જશુભાઈ કરથીયા, પી.આર.દેસાઈ, રવીભાઈ ગોગીયા, ટી.બી.ગોંડલીયા, ઘોડાસરા  એ.જી.મોદન ઘ્‍યાન ખેંચનાર સીનીયરો ઉપસ્‍થિત રહેલ હતા.

આ વિશાળ સંખ્‍યામાં સફળ કાર્યક્રમ અને અદભુત અને આયોજન કરનાર બાર એસોસીયેશનની કારોબારી સભ્‍યો પ્રગતી માંકડીયા, તુષાર દવે, નિકુંજ શુકલ, અશ્વિન રામાણી, સંજય ડાંગર, પરેશ પાદરીયા, કીશન રાજાણી, હીરેન ડોબરીયા, મુનિષભાઈ સોનપાલ, કીશન વાલ્‍વાએ સમગ્ર સન્‍માન કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતુ.

આ તબકકે રાજકોટ શહેરના ડિસ્‍ટ્રીકટ જજ શ્રી જે.આર.શાહ, એડી.ડિસ્‍ટ્રીકટ જજ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટ, શ્રી સી.જે.પટેલ, શ્રી આર.એસ.પુરાણી, શ્રી એસ.એ. ગલારીયા  શ્રી આઈ.બી. પઠાણ, શ્રી વી.એ.રાણા શ્રી એ.કે.શાહ તથા ચીફ જયુડી. મેજી. શ્રી પી.એમ.શાહ  તથા તમામ જજીસ હાજર રહી સત્‍કાર સમારંભના સાક્ષી બનેલ હતા. 

(3:19 PM IST)