<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

શહેરની જી.ટી.શેઠ આંખની હોસ્‍પિટલમાં બે વર્ષમાં ૧૦૦૦થી વધુ ચક્ષુદાનઃ ૩૦૦ને મળી નવી દ્રષ્‍ટી

મૃત્‍યુ બાદ ચક્ષુદાન કરી દિવ્‍યાંગોના જીવનને ઉજાસમય બનાવવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવી લોકો ચક્ષુદાન માટે આગળ આવે તેવો ડો. અંજલી પડાયાનો અનુરોધ આંખની હોસ્‍પિટલના વિભાગીય વડા ડો. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા, ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્‍ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી સહિતની ટીમની મહેનતને સફળતા

રાજકોટ તા. ૨: શહેરની પીડીયુ સ્‍વિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજ જી.ટી. શેઠ આંખની હોસ્‍પિટલમાં છેલ્લા બે વર્ષમાં ૧૦૦૦થી વધુ ચક્ષુદાન આપી રાજકોટવાસીઓએ દાતારી દાખવી છે. રાજકોટ શહેર અને જિલ્લાનાં લોકોમાં અંધત્‍વ નિવારણ અને ચક્ષુદાન અંગે જાગળતિ વધી છે. જેના પરિણામે છેલ્લા બે વર્ષમાં આંખોનાં દાનનું પ્રમાણ ૧ હજારથી વધીને ૧,૪૬૪ સુધી પહોંચતા ૩૦૦ થી વધુ દર્દીઓને નવી દૃષ્ટિ મળતા તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે.

પીડીયુ મેડીકલ કોલેજ, જી.ટી.શેઠ આંખની હોસ્‍પિટલ રાજકોટ સ્‍ટાફ દ્વારા રાષ્‍ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ફક્‍ત ઉજવણી જ નહીં, પરંતુ પરિણામલક્ષી કામગીરીથી છેલ્લા વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦૦થી વધુ દર્દીઓનો અંધાપો દૂર થયો છે. મળત્‍યુ પછી કોઈ દિવ્‍યાંગનો અંધાપો દૂર કરી, તેના જીવનમાં કાયમી ઉજાસ પાથરી શકાય તેનાથી મોટું બીજુ શું દાન હોય શકે? જીવતો માણસ કોઈને કોઈ રીતે દેશ, સમાજ, પરિવાર અને મિત્રોને મદદરૂપ બનતો હોય છે. પરંતુ આ દાન થકી મળત્‍યુ પછી પણ આપણે કોઈનાં જીવનમાં રોશની ફેલાવી દેશ અને સમાજને ઉપયોગી થઈ શકીએ છીએ. માણસનાં મળત્‍યુ પછી પણ તેમની આંખો સુંદર સળષ્ટિને જોઈ શકે છે. પરિવારજનો ૧૯૧૯ ટોલફ્રી નંબર પર કોલ કરી મળત વ્‍યક્‍તિનું ચક્ષુદાન કરી શકે છે.

ચક્ષુદાન અંગે આગળ આવવા બદલ જી.ટી.શેઠ આંખ હોસ્‍પિટલનાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડૉ. અંજલી પડાયાએ રાજકોટ શહેર અને જિલ્લાવાસીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ડૉ. અંજલીએ કહ્યું હતુ કે, લોકોમાં અંધત્‍વ નિવારણ તેમજ ચક્ષુદાન અંગે જાગળતિ આવે તે ખૂબ જરૂરી છે. દિવ્‍યાંગ વ્‍યક્‍તિને દ્રષ્ટિ મળે તે માટે દર વર્ષે ૨૫ ઓગસ્‍ટથી ૭ સપ્‍ટેમ્‍બર સુધી રાષ્‍ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ ફક્‍ત ઉજવણી નથી પરંતુ આ દિવસોમાં સમાજની વચ્‍ચે જઈને લોકોને ચક્ષુદાન અંગે જાગળત કરવામાં આવે છે, જેના સારા પરિણામો છેલ્લા બે વર્ષથી મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩માં એક હજાર જેટલા મળત લોકોની આંખો ડોનેટ થઈ હતી. જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૪૬૪ સુધી પહોચ્‍યું છે, તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ઓગસ્‍ટ સુધીમાં આ આંકડો ૪૬૨ સુધી પહોંચ્‍યો છે, જે ખૂબ જ સારી બાબત છે.

તેમણે આગળ કહ્યું કે ૧,૪૬૪ જેટલા નાગરિકોએ મળત્‍યુ બાદ ઉદારતા અને સમાજ પ્રત્‍યેની પોતાની જવાબદારી નિભાવી ૧૬૯ લોકોની આંખોમાં ઉજાસ પાથર્યો છે, તેમજ ૧૪૭ લોકોને થેરાપીટિક દ્વારા સારવાર કરાઈ છે અને ૭૯૧ આંખો અન્‍ય સંશોધન અભ્‍યાસમાં મદદરૂપ બની છે. કાર્નીયા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે થેરાપીટિક અને ઓપ્‍ટિકલ ટેક્રિક હોય છે. થેરાપીટિકમાં દર્દીનાં આંખનું ઇન્‍ફેક્‍શન દૂર કરવા માટે અને ઓપ્‍ટિકલમાં દર્દીઓને રોશની માટે મદદરૂપ બને છે.

માહિતી ખાતાના જીતેન્‍દ્ર નિમાવતના આલેખન અનુસાર જી.ટી.શેઠ આંખ હોસ્‍પિટલનાં હેડ ડો. કમલસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં દર્દીઓને અને તેમના પરિવારજનોને અંધત્‍વ નિવારણ, ચક્ષુદાન તેમજ આંખના રોગોથી કંઇ રીતે બચવું તે અંગે સમજ આપવામાં આવે છે. આ બાબતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસરે કહ્યું કે, નાગરિકોએ અંધશ્રદ્ધામાં નહીં, પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવી ચક્ષુદાન માટે આગળ આવીને મળત્‍યુ બાદ ચક્ષુદાન કરવા કટિબદ્ધ થવું જોઈએ.

આપણી આસપાસ સમાજમાં ઘણા લોકો અંધાપાને કારણે જીવનમાં પાછળ રહી જતા હોય છે. દિવ્‍યાંગ લોકો પણ અન્‍ય સામાન્‍ય લોકોની જેમ આ સુંદર સળષ્ટિ જોઈ શકે તે માટે દરેક નાગરિકે મળત્‍યુ બાદ ચક્ષુદાન કરવું જોઈએ. અંધત્‍વ ધરાવતા લોકો સામાન્‍ય લોકોની જેમ જોઈ શકે તથા નાગરિકો ચક્ષુદાન માટે પ્રેરાય તે માટેના ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી માટે જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્‍પિટલ,  પી.ડી.યુ.મેડિકલ કોલેજ રાજકોટ, વિભાગીય વડા ડો. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા,  ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્‍ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી સહિતનો સ્‍ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. (૧૪.૯)

(3:28 PM IST)