<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

કલેકટરનું શાસ્‍ત્રી મેદાન ગંધારૂ-ગોબરૂઃ તંત્રને કાંઇ પડી નથીઃ કચરાના ગંજ :‘‘બેફામ'' ખાનગી પાર્કિંગ

નવી કલેકટર-જૂની કલેકટર કચેરીના બગીચામાં જંગલી વેલા ઉગી નીકળી છેઃ લોકો અંદર જતા ડરે છે પાણીના ખાબોચીયા-દરવાજા તૂટેલાઃ દરેક વખતે જવાબદાર અધીકારીઓ મોટા ‘‘બણગા'' ફુંકતા હોવાની પ્રજામાં ભારે ટીકા

રાજકોટ તા.૨: શહેરના મધ્‍યમાં આવેલું ઐતિહાસિક અને લોકમેળાનું મૂકસાક્ષી  શાસ્‍ત્રી મેદાન જે જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. તે હાલમાં સામાજિક પ્રવૃતિઓનનું કેન્‍દ્ર બનવાને બદલે અસામાજિક પ્રવૃતિઓ અને કચરાના ઢગલાઓનો અડ્ડો બની ગયું હોવાનું સામે આવ્‍યું છે.મેદાન અંત્‍યત ગધારૂ,ગોબરૂ, કચરાના ઢગલે ઢગલા, ગેરકાયદે પાર્કિગવાળુ બની ગયું છે. શાસ્‍ત્રી મેદાનમાં ઠેરઠેર મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બાંધકામની બિલ્‍ડિંગનો વ્‍યર્થ કચરો પણ મેદાનમાં ફેંકવામાં આવ્‍યો છે. મેદાનના ગેટ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્‍યા હતા. જે અસામાજિક તત્‍વોને સરળતાથી પ્રવેશવા દે છે. પાણીના ખાબોચીયા ભરેલા છે. કલેકટર-પ્રાંત-કે મામલતદાર તંત્રને કાંઇ પડી નથી. શહેરની પ્રથા મેદાનની હાલત જોઇ ભારે દુઃખી થઇ રહી છે. ગઇકાલે જ રાજકોટની એક નાગરીકે વ્‍યથીત મને વિડીયો વાયરલ કર્યો છે.

અત્રે એ ઉમરેવું જરૂરી છે તત્‍કાલીન  કલેકટરે અગાઉ સાફ-સફાઇ-સિકયુરીટીના આદેશો આપ્‍યા હતા. બંને ગેટનું સમારકામ કરવા સૂચના આપી પરંતુ કોઇ નક્કર પરિણામ આવ્‍યું નથી.

અરે ઘર જ ગંધારૂ હોય તો શાસ્‍ત્રીમેદાન કયાંથી ચોખ્‍ખુ થાય, નવી કલેકટર કચેરીના બગીચામાં જંગલી વેલા ઉગી નીકળ્‍યા છે. જૂની કલેકટર કચેરીના ગાર્ડનમાં ૩-૩ ફૂટના જંગલી વેલા છે. જીવ-જંતુ-ઝેરી સાપનો અડ્ડો બની ગયાની ટીકા થઇ રહી છે. 

(3:56 PM IST)