તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 3rd September 2025
ફેમિલી કોર્ટનું સજાનું વોરન્ટ નીકળતાં ૭ મહિનાથી ફરાર ચિરાગ પકડાયો
નવાગામ આણંદપરના શખ્સને કુવાડવા એએસઆઇ પી.આર. મકવાણા, સંજયભાઇ જાદવની બાતમીથી પકડી લેવાયો

રાજકોટ તા. ૩: નવાગામ આણંદપર સોસોયટી શેરી નં. ૭/૩ના ખુણે જુની પ્રાથમિક શાળા પાસે રહેતાં ચિરાગ સુરેશભાઇ જળુ (ઉ.વ.૨૮) વિરૂધ્ધ ફેમીલી કોર્ટનું સજાનું વોરન્ટ નીકળ્યું હોઇ તે સાત મહિનાથી ભાગતો ફરતો હતો. દરમિયાન તેને કુવાડવા પોલીસે પકડી લીધો છે.
એએસઆઇ પી.આર. મકવાણા અને કોન્સ. સંજયભાઇ જાદવ પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી મળતાં ચિરાગને પકડી લઇ કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કશખ્સ વિરૂધ્ધ જજશ્રી જી. ડી. યાદવની ફેમિલી કોર્ટમાં વર્ષ ૨૦૨૪માં ફોજાદરી કેસ દાખલ થયો હતો. જેમાં સજાનું વોરન્ટ નીકળતાં તે ફરાર હતો. પીઆઇ બી. પી. રજયા, એએસઆઇ કે. વી. જાડેજા, પી.આર. મકવાણા, હેડકોન્સ. એમ. કે. રબારી, કોન્સ. કુશલભાઇ જોષી, જયદિપભાઇ ધોળકીયા, વિશાલભાઇ બસીયા, જયપાલભાઇ બરાળીયા, સંજયભાઇ જાદવ, અરવિંદસિંહ ગોહિલ, ભરતભાઇ ઘેડએ આ કામગીરી કરી હતી.
(2:47 PM IST)










