<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સર્વેશ્‍વર ચોક કા રાજાઃ રામ મંદિરમાં બિરાજમાન ગજાનન ગણેશદાદાને કાલે મહાઅન્‍નકુટ

રાજકોટઃ યાજ્ઞિક રોડ પર સર્વેશ્‍વર ચોકમાં સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત ગણેશોત્‍સવમાં દરરોજ દાદાને વિશેષ શણગાર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. રામ મંદિરમાં શેષનાગ પર બિરાજમાન વાદળી રંગ, હાથમાં મોરલી, પીળું પીતાંબર ધારણ કરનાર કૃષ્‍ણ ભગવાન સ્‍વરૂપે ૯ ફુટની ઈકો ફ્રેન્‍ડલી ગણેશજીની અદભુદ પ્રતિમા ભાવિકો માટે આકર્ષણનું કેન્‍દ્ર રહ્યું છે. અહી દરરોજ સવારે ૮:૩૦ કલાકે મંગળા આરતી, સાંજે ૭:૪૫ કલાકે મહાઆરતી અને શયન આરતીનો કાર્યક્રમ યોજાય છે. રામ મંદિરમાં બીરાજમાન ગજાનન ગણેશ દાદાને કાલે મહાઅન્‍નકુટ ધરાવવામાં આવશે. મહોત્‍સવના સાતમાં દિવસે ખાસ ખબર ન્‍યુઝના મેનેજીંગ ડીરેક્‍ટર પરેશભાઈ ડોડીયા સહપરિવાર, અમદાવાદના બોપલના પી.આઈ.બી.ટી. ગોહીલ સહપરિવાર, એડવોકેટ હિતેશ મહેતા સહપરિવાર, સુધીરસિંહ જાડેજા (નાનામવા) સહપરિવાર, પુષ્‍પરાજસિંહ જાડેજા (માખાવડ) સહપરિવાર, વેપારી ચિરાગભાઈ પોપટ સહપરિવાર, કાઠીયાવાડ મેટલના માલીક બહાદુરસિંહ કોટીલા સહપરિવાર, મોર્ડન હોટલ ગ્રુપના મુકેશભાઈ દોશી સહપરિવાર, વોર્ડ નં.૯ ભાજપના મહામંત્રી પ્રવિણભાઈ સેગલીયા, કોઠારીયા સ્‍ટેટ જયદીપસિંહ જાડેજા, વીરપુર સ્‍ટેટ દેવેન્‍દ્રસિંહ જાડેજા, એક્‍સ આર્મીમેન જોશી (આર.કે.સી.) સહીતનાએ દાદાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો.

(3:25 PM IST)