News of Thursday, 4th September 2025
મુસ્લિમ સમાજ દ્વારા કાલે સંપૂર્ણ બંધ રહેશે
રાજકોટ સહિત સર્વત્ર શુક્રવારે ઇદેમીલાદ નિમિતે નિકળનારા જુલૂસ : જંગલેશ્વર સહિતના વિસ્તારોના તમામ જુલૂસ ને સવારે ૧૦/૩૦ વાગ્યે બાપુનગર પાસે એકત્ર થવા અપીલ : સાંજ સુધી ચાલનારૂ જુલૂસઃ ગૈેબનશાહ પીર દરગાહ આખો દિ'નો મહારકત દાન કેમ્પ

રાજકોટ તા.૪: આવતીકાલે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠેરઠેર ᅠઇદે મિલાદના સ્વરૂપમાં પૈગમ્બર સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવનાર છે. એ પૈકી રાબેતા મુજબ રાજકોટ શહેરમાં સવારથી લઇ સાંજ સુધીનું ભવ્ય જુલૂસ નિકળનાર છે. આ જુલૂસ રાજકોટ શહેર સહિત કેટલાક શહેરોમાં સવારના સમયે યોજાશે તો ધોરાજી, વાંકાનેર સહિતના કેટલાક ગામોમાં બપોર પછી નીકળનાર છે ત્યારે આવતી કાલે શુક્વાર પણ સાથે હોઇ મુસ્લિમ સમાજ હર્ષભેર જડબેસલાક બંધ પાળી આ જુલૂસમાં જોડાનાર છે.
આ દરમિયાન યોૈમુન નબી ડે કમિટી (જંગલેશ્વર) વિસ્તાર તથા વોર્ડ-૧૬ની તમામ સોસાયટીના શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યે જૂલુસ નીકળવાનું છે.ને રાત્રે ૧૦:૦૦ વાગે રૂટ મુજબ ગેબનશાહ પીરની દરગાહે સમાપન થશે. આ જૂલુસ મોડામાં મોડું સવારે ૧૦:૩૦ વાગે બાપુનગર કાંટા પાસે ભેગું થવાનું છે. આ જૂલુસ એક સાથે કાઢીને જે તે વિસ્તારની એકતાનું પ્રતીક બનાવવું છે. દરેક મુસ્લિમ બિરાદરોએ યોૈમુન નબી ડે કમિટીના સભ્યોને સાથ સહકાર આપવા યોૈમુંન નબી ડે કમિટીના પ્રમુખ ઇબ્રાહીમભાઇ સોરા (હકુભાઇ), ઇરફાન કુરેશી, અફઝલભાઇ રાઉમા, હનીફભાઇ જેસાણી, લાલાભાઇ માડેકીયા, અફઝલભાઇ મહેતર, અસલમભાઇ ચુડાસમા, મકસુદ ભાઇ ચાવડા, રજાકભાઇ કુરેશીએ એક યાદીમાં જણાવ્યું છે.
રાજકોટના શહેનશાહ અને કોમી એકતાના પ્રતીક હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ખાતે દરગાહ ટ્રસ્ટ સંચાલીત મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને જીવનદીપ બ્લડ સેન્ટર (બેંક)ના સહયોગથી ઇદે મીલાદના કાલે શુક્રવારના રોજ સવારે ૮થી રાત્રે ૮ કલાક સુધી મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ રકતદાન કેમ્પમાં બલ્ડ આપી આ આયોજનમાં સહભાગી થવા ઇદે મીલાદના દિવસે તમામ આશીકાને રસુલને હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ યુસુફભાઇ ઇસ્માઇલભાઇ દલ તથા સર્વ ટ્રસ્ટી મંડળ દ્વારા એક યાદીમાં અપીલ કરવામાં આવે છે. (૩.૪)
(11:01 AM IST)










