News of Thursday, 4th September 2025
ગોંડલના ડૈયામાં તબેલાની રખેવાળી કરતાં વનરાજને મારકુટ થતાં ઝેર પીધું
એક શખ્સે આવી તબેલાના માલિક રામભાઇ ક્યાં છે? તેવું પુછતાં પોતાને ખબર નથી તેમ કહેતાં માર માર્યોનો આક્ષેપઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૪: ગોંડલના ડૈયાગામે રહેતાં વનરાજભાઇ લલીતભાઇ પરમાર (ઉ.વ.૩૪) નામના યુવાને ગામમાં રામાપીરના મંદિર પાસે તબેલા નજીક હતો ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
વનરાજભાઇ બે બહેનનો એકનો એક મોટો ભાઇ છે. તેણે કહ્યું હતું કે હું ગામમાં રામભાઇના તબેલાની દેખરેખ રાખી મોટે ભાગે તયાં જ રહુ છું. સાંજે સુરજભાઇ નામના એક શખ્સે તબેલા ખાતે આવી આ તબેલાના માલિક રામભાઇ ક્યાં છે? તેમ મને પુછતાં મેં તેમને મને એની ખબર ન હોય તેવો જવાબ આપતાં આ શખ્સે મને મારકુટ ચાલુ કરી હતી. આ કારણે માઠુ લાગતાં મેં દવા પી લીધી હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડે બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરતાં યુવાનના આક્ષેપો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:31 AM IST)










