<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

૫૦૦ થી વધુ હોમગાર્ડઝ જવાનોને ફરજ મોકુફીનો નિર્ણય એક તરફી - ગેરવ્‍યાજબી

અધિકારીઓ સામે કેમ કોઇ પગલા નહી ? : ઝાલા - આસવાણી - રાઓલ - વિરાણી

રાજકોટ, તા.૪: રાજકોટ શહેરના પૂર્વ હોમગાર્ડ ગજેન્‍દ્રસિંહ ઝાલા, લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, સિનિયર સામાજિક આગેવાન નાગજીભાઈ વિરાણીની સંયુક્‍ત યાદીમાં શહેરમાં ૫૦૦ હોમગાર્ડ જવાનોને એક સાથે ફરજ મોકુક કરવાની ઘટનાને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે. ૧૦૦૦ થી વધુ જવાનો જ્‍યારે શહેર જિલ્લામાં ફરજ બજાવતા હોય માત્ર ૨૦૦ કે ૩૦૦ હોમગાર્ડ જવાનો જો આપી ન શકાય તો એનો મતલબ એ પણ થાય છે કે જિલ્લા કમાન્‍ડશ્રીને દળના અન્‍ય અધિકારીઓ સાથે સંકલન નથી અધિકારી તરીકે તમારી તમારા દળ પર પકકડ મજબૂત નથી. સજા એ માત્ર હોમગાર્ડ દળના જવાનો માટે જ કેમ ? દરેક ઝોન મુજબ અધિકારીઓની નિયુક્‍તિ કરવામાં આવી છે ત્‍યારે માગણી મુજબના જવાનો બંદોબસ્‍તમાં આપવા સક્ષમ નથી એ સાબિત થાય છે ત્‍યારે જે તે ઝોનના અધિકારીઓ પણ એટલા જ દોષિત ગણાય.

રાજ્‍યમાં જ્‍યારે જ્‍યારે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વણસી છે ત્‍યારે દળના જવાનોએ યશસ્‍વી અને પ્રશંસનીય ફરજો બજાવી છે આગ, લૂંટ, કાયદાની જાળવણી કે મોટી હોનારતના પ્રસંગોએ હોમગાર્ડ દળના જવાનોએ જાનના જોખમે ફરજ બજાવી છે જે ગુજરાત સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે.

રાજકોટ શહેર જિલ્લામાં હોમગાર્ડ દળના જવાનોમાં સુરત ગણેશ મહોત્‍સવમાં ગેરહાજર રહેનાર ૫૦૦ થી વધુ હોમગાર્ડ જવાનોને જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડ દ્વારા નોટિસો ફટકારી ફરજ મોકૂફ કરવામાં આવેલ છે તેવું જાણવા મળે છે જે જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝ રાજકોટનો નિર્ણય કુદરતી ન્‍યાયના સિદ્ધાંત વિરુધ્‍ધ અને એક તરફી હોય તેવું લાગી રહયાનું યાદીના અંતમાં શ્રી ઝાલા, શ્રી આસવાણી, શ્રીરાઓલ અને શ્રી વિરાણીએ જણાવ્‍યુ છે તેમ જ યોગ્‍ય ન્‍યાય ન મળે તો આંદોલન કરવાની ચીકી ઉચ્‍ચારી છે

(4:03 PM IST)