News of Friday, 5th September 2025
રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટી ફરાર આરોપીને લોધીકા પોલીસે ઝડપી લીધો
મર્ડર-હથિયારના ગુન્હામાં આજીવન કેદની સજા પડયા બાદ

રાજકોટ તા. પ :.. મર્ડર-હથિયારના ગુન્હામાં આજીવન કેદની સજા પડયા બાદ રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટી નાસી છૂટેલ ફરાર આરોપીને લોધીકા પોલીસે ઝડપી લીધો હતો.
રાજકોટના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગર્જર દ્વારા નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ માર્ગદર્શનહેઠળ લોધીકા પો.સ્ટે.ના પો.ઇન્સ. યુ.આર.ડામોર તથા સ્ટાફને બાતમી મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.-૪૭/૨૦૧૯ આઇ.પી.સી.કલમ-૩૦૨ ના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ તથા લોધીકા પો.સ્ટે. એન.સી.ગુ.ર.નં.-૦૨/૨૦૨૫ પ્રિઝન એક્ટ કલમ-૫૧/એ ૫૧/બી ના કામે પાકા કામના કેદી ઇશાક ઉર્ફે ઘોઘો સુલેમાનભાઇ અબુભાઇ જોબણ ઉ.વ.-૬૫ રહે-અનીડા વાછરા તા-કોટડા સાંગાણી જી-રાજકોટ વાળો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી તા-૨૪/૦૬/૨૦૨૫ દિન-૧૦ ની પેરોલ રજા મેળવી ફરાર થઇ ગયેલ હોય જે હાલે નોંઘણચોરા ગામના બસ સ્ટેન્ડે હોય ત્યાં તપાસ કરતા સદરહું કેદીને હકિકત વાળી જગ્યાએથી પકડી પાડેલ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી લોધીકાના પો.ઇન્સ. શ્રી યુ.આર.ડામોર, એ.એસ.આઇ. હિતેશભાઇ ભાણાભાઇ, પો.હેઙ કોન્સ.રવિરાજસિંહ જગતસિંહ, પો.હેઙ કોન્સ.માવજીભાઇ જશાભાઇ તથા ડ્રા.એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ ચંન્દ્રશંકર સહિતના સ્ટાફે કરી હતી. (પ-૧૮)
(2:02 PM IST)










