<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

૫૪ લાખની ઠગાઈના ગુનામાં નવાગામની કંપનીના મેનેજરની જામીન અરજી રદઃ જેલ હવાલે

 

રાજકોટ, તા.૫: નવા ગામની કંપનીને ૫૪ લાખનો ચુનો લગાવી ઠગાઈના ગુનામાં આરોપી મેનેજર હેમલ પારેખની દાખલ કોર્ટે જામીન અરજી રદ કરીને જેલ હવાલે કરેલ છે.

અત્રે રાજકોટમાં નવા ગામ ખાતે આવેલ ઈમ્‍પીરીયલ મોટર્સ સ્‍ટોર્સની બ્રાન્‍ચ ઓફીસમાં એનસેલેરી ડીપાર્ટમેન્‍ટમાં બ્રાન્‍ચ મેનેજર તરીકે આઠ વર્ષથી નોકરી કરતા હેમલ શરદભાઈ પારેખએ પોતાનો હોદ્દાનો દૂરઉપયોગ કરી, બોગસ કંપનીના બિલો બનાવી તથા ખોટા પેમેન્‍ટ ઓર્ડર બનાવી કંપનીનો રૂા.૫૪,૦૧,૬૩૯/ નો ઓટો પાર્ટસનો માલ જુદા જુદા વ્‍યક્‍તિઓને વહેંચી દઈ કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરેલ હોય જે અંગે કંપનીની મુંબઈ સ્‍થિત હેડ ઓફીસના લીગલ ઓફીસર નિલેશભાઈ શાહ એ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવેલ.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ કે આરોપી મેનેજર હેમલ શરદભાઈ પારેખ, રહે.અજીત એપાર્ટમેન્‍ટ, બ્‍લોક નં.બી/૪૦૧, રામકળષ્‍ણનગર વેસ્‍ટ, વિરાણી હાઈસ્‍કૂલ પાછળ, રાજકોટવાળા એ ઈમ્‍પીરીયલ મોટર્સ સ્‍ટોર્સમાં બ્રાન્‍ચ મેનેજર તરીકે નવાગામ ખાતેની બ્રાન્‍ચમાં નોકરી દરમ્‍યાન અમુક માલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે મેળવી બારોબાર વેચલ દીધેલાનું તેમજ ખોટા પેમેન્‍ટ ઓર્ડર બનાવી તે પેમેન્‍ટ ઓર્ડર મુજબનો માલ બીલ બનાવ્‍યા વગર બારોબાર વેચી દીધેલાનું અને આ રીતે તેઓએ કુલ રૂા.૫૪,૦૧,૬૩૯/ ના માલનું કૌભાંડ કરેલ છે અને આ અંગેની તેઓએ લેખિતમાં કબુલાત આપી માફીપત્ર પણ કંપનીને લખી આપેલ છે.

ઉપર મુજબની ફરિયાદ થતાં આરોપી હેમલ શરદભાઈ પારેખની કુવાડવા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. બી.વી. ભગોરાએ ધરપકડ કરી તા.૨૨/૦૮/૨૦૨૫ ના રોજ કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના પોલીસ રીમાન્‍ડની માંગણી કરેલી જેમાં મુળફરિયાદી તરફે રાજકોટના એડવોકેટ કેતન પી. દવે એ લેખિત વાંધા રજુ કરી રજુઆત કરેલ જે માન્‍ય રાખી જયુડી. મેજી. શ્રી ડી.ડી. શાહ આરોપીના ત્રણ દિવસના રીમાન્‍ડ મંજુર કરેલા અને રીમાન્‍ડ પુરા થયા બાદ આરોપીએ કોર્ટમાં જામીન ઉપર મુક્‍ત થવા માટે અરજી કરેલ તે સમયે પણ મુળફરિયાદી તરફે લેખિત વાંધાઓ રજુ કરી જણાવેલ કે આરોપીએ પોતાનો દૂરઉપયોગ કરી રૂા.૫૪,૦૦,૦૦૦/ કરતા વધારે કિંમતના માલની ઉચાપત કરેલ છે તેમજ આરોપીએ ઉચાપત અંગેની લેખિત કબુલાત પણ આપેલ છે. જે રજુઆત ધ્‍યાને લઈ જયુડી.મેજી.શ્રી એમ.ડી.જાદવ મેડમે આરોપી હેમલ શરદભાઈ પારેખની જામીન અરજી રદ્દ કરી આરોપીને જેલહવાલે કરેલ છે.

આ કામે મુળફરિયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી કેતન પી. દવે, બીનીતા શાહ, અજય દાવડા, ત્રિમુર્તિ પ્રસાદ, યશ ચોલેરા, મીત સોમૈયા રોકાયેલ હતા. 

(4:02 PM IST)