<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

રાજકોટમાં હેલ્‍મેટ વિરોધી સત્‍યાગૃહનું રણશીંગુ ફુંકાયું ૮ મીએ બે હજાર લોકોની લડત સમિતિની મીટીંગ બોલાવાઇ : હેલ્‍મેટ નથી જોઇતો

રાજકોટ તા.૫: રાજકોટમાં આગામી ૮મી તારીખથી ફરજીયાત હેલ્‍મેટની અમલવારી ચાલુ થાય તે પૂર્વે જ ‘‘હેલ્‍મેટ સત્‍યાગૃહ સમિતી'' વિરોધનું રણશીંગુ ફુંકાયુ છે. એડવોકેટ અર્પિત પિયુષભાઇ શાહ સોશ્‍યલ મીડીયા મારફત જણાવ્‍યું છે કે, અમોએ ૨ હજાર લોકોની હેલ્‍મેટ સત્‍યાગૃહ સમિતી નામે લડત કમિટી બનાવી છે. સરકારે પહેલા રોડ રસ્‍તાની કામગીરી સરખી કરવી જોઇએ. તેના બદલે લોકોને હેલ્‍મેટ ફરજિયાત કરીને ન કરવાનું કાર્ય કરી રહી છે. ત્‍યારે અમારો આ બાબતે સખ્‍ત વિરોધ છે.

આ અંગે હષીલ શાહે જણાવેલ કે, આગામી ૮ મી તારીખે અમે બે હજાર લોકોની હેલ્‍મેટ સત્‍યાગ્રહ સમિતિની મીટીંગ બોલાવી છે. જેમાં ભાજપના નેતાઓ પણ તેઓની લડતમાં જોડાઇને ફરજીયાત હેલ્‍મેટમાંથી મુકિત આપવાના અભિયાનમાં જોડાઇને સાચી વાત કહેવામાં લોકોની પડખે આવે તે જરૂરી છે. ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે હેલ્‍મેટનો વિરોધ કર્યો છે તેવી હિંમત ભાજપના દરેક અગ્રણીઓ બતાવે આ સમિતિમાં લોકોને જાગૃત નાગરિકોને તરીકે જોડાવવા અનુરોધ કરાયો છે. (૯.ર૯)

(3:40 PM IST)