News of Friday, 5th September 2025
ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવમાં યોજાઇ લાડુ જમણ સ્પર્ધા
ભાઇઓમાં ૧૮ લાડુ સાથે બળવંતભાઇ રાઘવાણી અને બહેનોમાં ૧ર લાડુ સાથે સાવિત્રીબેન યાદવ પ્રથમ સ્થાને

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડૉ.માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન શહેર રેસકોર્ષ ઓપન એર થીયેર, કવિ રમેશ પારેખ રંગદર્શન વિનાયક ધામ ખાતે કરાયું છે. આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કળતીક કાર્યક્રમા તેમજ વિવિધ રોમાંચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત નવમાં દિવસે સાંજે લાડુ જમણ સ્પર્ધા ઓપન સૌરાષ્ટ્ર ભાઇઓ બહેનો માટે યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધા દરમિયાન બાળકો, યુવાનો અને વડીલોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે ભાઈઓમાં બળવંતભાઈ રાઘવાણી ૧૮ લાડુ સાથે પ્રથમ આવેલ હતા. છેલ્લાં ૧૫ વર્ષથી પ્રથમ ક્રમાંકે આવતા ગોવિંદભાઈ લુણાગરીયા ૧૭ લાડૂ સાથે દ્વિતીય ક્રમાંકે રહ્યા હતા અને તળતિય ક્રમે ૧૨ લાડુ સાથે માવજીભાઈ ઓળકીયા આવેલ હતા. બહેનોમાં ૧૨ લાડુ સાથે સાવિત્રીબેન યાદવ, ૧૧ લાડુ સાથે કોમલબેન યાદવ અને ૯ લાડુ આરોગી તળતિય સ્થાને ઉજીબેન પંડયા વિજેતા થયેલ હતા.
સ્પર્ધાના અંતે વિજેતાઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કારો અને ભાગ લેનારને પ્રમાણપત્ર પણ અપાયા હતા.
(3:22 PM IST)










