<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્‍સવનું કાલે વિસર્જન યાત્રા સાથે સમાપન

રાજકોટ, તા. પઃ શહેર ભાજપ પ્રમુખ તથા શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ભવ્‍યાતિભવ્‍ય ગણપતિ મહોત્‍સવનું આયોજન થયુ છે.

જયાં રોજેરોજ વિવિધ સમાજના આગેવાનો, સામાજીક તથા શૈક્ષણિક સંસ્‍થાના આગેવાનો, સંતો-મહંતો, પ્રેસ-મીડીયાના અગ્રણીઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતા એ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના પૂજન-અર્ચન- દર્શન- મહાઆરતી- પ્રસાદનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી.

સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના સાનિધ્‍યમાં રોજેરોજ બાળકો- મહીલા માટે અનેરી રસપ્રદ સ્‍પર્ધાઓ, વિવિધ ધાર્મિક, ભકિતસભર, હાસ્‍યસભર તેમજ સંગીતમય સાંસ્‍કળતીક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.

ત્‍યારે આવતીકાલે સવારે ૧૦ કલાકે રિધ્‍ધી સિધ્‍ધીના દેવ શ્રી ગણપતિબાપાને વેદોકત મંત્રોચ્‍ચાર-હવન-યજ્ઞ બાદ ભાવભીની વિદાય આપી વિર્સજન યાત્રા યોજવામાં આવશે. આ વિસર્જન યાત્રામાં જોડાઇ દુંદાળા દેવના આશિર્વાદ ગ્રહણ કરી  ‘ગણપતિ બાપ્‍પા મોરીયા', અગલે બરસ તું જલ્‍દી આ' ના પ્રચંડ નાદ સાથે વિદાય આપવા ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડાવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.

(3:22 PM IST)