News of Friday, 5th September 2025
રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કાલે રઘુવંશી જનક્રાંતિ સંમેલન
રઘુવંશીઓમાં સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, ધંધાકીય ક્ષેત્રે જાગૃતિ લાવવાનો શુભ આશય : મહત્વના ૮ મુદ્દે કરાશે ચર્ચા વિચારણા

રાજકોટ તા. ૫ : રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આવતી કાલે તા.૬ ના શનિવાર રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ મંદિરની પાછળ ની શેરીમાં સ્થિત સંગઠનના પ્રદેશ કાર્યાલય ખાતે રઘુવંશી જનક્રાંતિ સંમેલનનુ આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાનોએ જણાવ્યુ હતુ કે રાજકોટમા રહેતા રઘુવંશી સમાજના સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક અને ધંધાકીય જેવી અનેક બીજી બાબતોને અનુલક્ષીને જાગળતિ લાવવાના શુભ આશયથી આ સંમેલન યોજેલ છે.
રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે. ડી. રઘુવંશી (કાછેલા ધવલ) એ જણાવેલ કે રઘુવંશી સમાજ વેપાર ધંધામાં દેશ-વિદેશમાં ખૂબ વ્યાપકપણે આગળ વધી રહેલ છે. ત્યારે રાજકોટ શહેરમાં રહેતા રઘુવંશી સમાજના નાના વર્ગના વેપારીઓ તથા બહારગામથી સ્થળાંતર કરી રાજકોટમાં સ્થાયી થતા સમાજના પરિવારોને તેના ધંધા-વ્યવસાયમાં મદદરૂપ થવો જરૂરી પગલા લેવામાં આવશે. તેમજ રઘુવંશી સમાજના વિધાર્થીઓ ડોક્ટર, સી.એસ.સી.એસ, એન્જિનિયરિંગ વગેરે ઉચ્ચ કક્ષાના અભ્યાસમાં સારા પરિણામો મેળવી રહેલ છે અને જીવનમાં સારા મુકામ પર પોહોંચે છે. ત્યારે સમાજના વિદ્યાર્થીઓમાં સરકારી ભરતીની પરીક્ષા માટે જાગળતતા લાવવા પ્રયત્ન કરાશે.
રાજકોટ શહેરમા રઘુવંશી સમાજની વસ્તી અઢીથી ત્રણ લાખની છે. જ્યારે વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર ૦૧,૦૨,૦૩,૦૭,૦૯,૧૦ માં રઘુવંશી સમાજ બહોળું પ્રતિનિધીત્વ ધરાવે છે. પરંતુ છેલ્લી ટર્મમાં શાસક પક્ષ તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા માત્ર કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રણ થી ચાર કોર્પોરેટર માટેની ટિકિટ આપવામાં આવેલ હતી. જ્યારે રઘુવંશી સમાજનો રાજકીય ઇતિહાસ જોઈએ તો અગાઉ નવ થી દસ જેટલા કોર્પોરેટરો એક ટર્મ માં ટિકિટ મળતી અને ચૂંટાઈને પણ આવતા હતા.
આ સંમેલનમાં આવા કુલ આઠ જેટલા મુદાઓ પર જાગળતિ લાવવા ચર્ચા વિચારણા કરાશે.
આ સંમેલનને સફળ બનાવવા સંગઠનના પ્રદેશ ટીમમાંથી ગુજરાત પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જયભારતભાઈ ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઈ ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રતિકભાઈ રાચ્છ, જિલ્લા અને તાલુકાની ટીમમાંથી મોરબી જિલ્લા ઉપપ્રમુખ રક્ષિતભાઈ પૂજારા, કચ્છ જિલ્લા પ્રમુખ વિરેનભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ચિરાગભાઈ ઠક્કર, રાજકોટ શહેરની ટીમમાંથી વોર્ડ સંયોજકો મિતભાઈ અનડકટ, બિરેનભાઈ જોબનપુત્રા, રામભાઈ લાલચેતા, પાર્થભાઈ નથવાણી, મિહિરભાઈ સોમૈયા, હાર્દિકભાઈ કારિયા તેમજ વોર્ડ વાઇઝ સહ સંયોજક પાર્થભાઈ સોમૈયા, રાજભાઈ ગોટેચા, પ્રિન્સભાઈ તન્ના, યશ ચંદારાણા, ભુમિત રાજાણી, દીપ જોબનપુત્રા, રચિત તન્ના, કેયુર કોટક, વૈભવ માણેક, જય મૃગેશ્વર, કપીલ ચોટાઇ, દેવદીપ રાચ્છ, હર્ષ ખખ્ખર, પ્રિન્સ કટારીયા તેમજ વોર્ડ વાઇઝ પ્રમુખો અને અન્ય હોદેદારો તથા સભ્યો એ જેહમત ઉઠાવી રહ્યા છે. તદુપરાંત આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યા માં રઘુવંશી સમાજના પરિવારો ઉપસ્થિત રહેશે. સંમેલન અંગે વધુ માહિતી માટે મો.૮૮૬૬૧ ૮૮૮૨૦ ઉપર મેસેજ અથવા કોલ કરી શકાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:24 PM IST)










