News of Friday, 5th September 2025
વાત કરવાના બહાને ચાંદીના કડા સાથેની થેલી અને પાંચ મોબાઇલ લઇ ભાગી ગયેલા બે પકડાયા
થોરાળા પોલીસે બે શખ્સને પકડયા તેમાં એકની ૯ ગુનામાં સંડોવણી સંજય રાજાણી અને રમેશ સરવીયાની વિશેષ પુછતાછઃ એસીપી બી. વી. જાધવ, પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમની કામગીરીઃ દેવશીભાઇ, હસમુખભાઇ અને રાકેશભાઇની બાતમી

રાજકોટ તા. ૫: શહેરના ભાવનગર રોડ પર આરએમસી કચેરી સામે એક યુવાનને વાતો કરવા અટકાવી બાદમાં તેની થેલીની ચિલઝડપ કરી બે શખ્સ ભાગી ગયા હતાં. આ થેલીમાં ચાંદીનું કડુ પણ હતું. ચિલઝડપનો આ ગુનો થોરાળા પોલીસે ઉકેલી નાંખી બે શખ્સો સંજય શંકરલાલ રાજાણી (ઉ.વ.૪૯-રહે. જંગલેશ્વર-૧૫) તથા રમેશ છગનભાઇ સરવીયા (ઉ.વ.૪૫-રહે. મોરબી રોડ જકાતનાકા પાસે ૨૫ વારીયા)ને પકડી લીધા છે.
આ બંને પાસેથી રૂા. ૧૭ હજારનો ચાંદીની ધાતુનો ટુકડો, ૧૨, ૯, ૧૫, ૮ હજારના ચાર એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ૧ હજારનો સાદો ફોન મળી કુલ ૬૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મોબાઇલ ફોન બંનેએ અલગ અલગ લોકો પાસેથી વાત કરવાના બહાને માંગીને પછી લઇને ભાગી ગયાનું રટણ કર્યુ હતું. મુળ એમપીનો અને હાલ કુવાડવા રોડ પર રહી મજૂરી કરતો અજય સુરસિંહ ભુરીયા અને તેનો મિત્ર ગત ૧૭ ઓગષ્ટના રવિવારી બજારમાંથી પરત આવતાં હતાં ત્યારે ભાવનગર રોડ પર બે શખ્સે બંનેને વાત કરવા ઉભા રાખ્યા હતાં. બાદમાં અજયના હાથમાંથી થેલી ખેંચી બંને ભાગી ગયા હતાં. અજયને હાથમાં પહેરવાનું કડુ ઢીલુ થતું હોઇ તેણે કાઢીને થેલીમાં રાખ્યું હોઇ તેની ીચલઝડપ થતાં થોરાળા પોલીસમાં ફરિયાદ કરી હતી.
એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, હેડકોન્સ. હરસુમખભાઇ નીનામા અને કોન્સ. રાકેશભાઇ બાલાસરાની બાતમી પરથી આ ગુનો ઉકેલી સંજય અને રમેશને પકડી લેવાયા છે. જેમાં સંજય રાજાણી રીઢો ગુનેગાર છે. અગાઉ એ-ડિવીઝન, થોરાળા, બી-ડિવીઝન, ભક્તિનગર, માલવીયાનગરમાં જૂગાર, ચોરી સહિતના ૯ ગુનામાં સંડોવાઇ ચુક્યો છે. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચનાથી પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, મુકેશભાઇ સોલંકી, હેડકોન્સ. કિશોરભાઇ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નીનામા, ધર્મેન્દ્રભાઇ ગઢવી, ઇમરાનભાઇ ચુડાસમા, નિલેષભાઇ જાગાણી, કોન્સ. નિલેષભાઇ ચોૈહાણ, રાકેશભાઇ બાલાસરાએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)
(3:28 PM IST)










