તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Friday, 5th September 2025
શેરબજારમાં ખોટ ગઇ અને વ્યાજમાં ફસાતાં કાંગશીયાળીના જીતેન્દ્ર નેનાએ ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ પર કાંગશીયાળીમાં ખોડીયાર હોટલ પાછળ રહેતાં જીતેન્દ્ર ભીખુભાઇ નેના (ઉ.વ.૩૩) નામના પ્રજાપતિ યુવાને સવારે સાડા છએક વાગ્યે ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ યુવાન શેર બજારને લગતું કામ કરતો હોઇ તેમાં ખોટ જતાં અમુક લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હોઇ ઉઘરાણી માટે ધમકી અપાતી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
જીતેન્દ્રભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને સંતાનમાં એક દિકરો છે. પોતે ગામમાં જ શેર બજારની ઓફિસરમાં બેસી કામ કરે છે. શેર બજારમાં પૈસા ગુમાવતાં વ્યાજમાં ફસાઇ જતાં ઉઘરાણી મામલે ધમકી મળતી હોઇ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે. (૧૪.૯)
(3:30 PM IST)










