<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

આજી કાંઠેથી ભવાની નગરના કેતનને એસઓજીએ દેશી તમંચો જીવતા કારટીસ સાથે પકડ્યો: પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહી: કિશોરભાઈ ઘૂઘલ, અમિતભાઇ ટૂંડિયાની બાતમી

રાજકોટઃ શહેર એસોજીની ટીમે ગેરકાયદેસર હથિયાર અને કારટીસ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. રાજકોટ શહેર વિસ્તારમાં ઇદ તથા ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પાક્કી માહિતી પરથી આ કામગીરી થઈ હતી.

ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ ટીમ ખાસ બંદોબસ્તમાં હતી હેડકોન્સ અમિતકુમાર ટુંડિયા તથા કોન્સ. કિશોરભાઇ ઘુઘલની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેરના ૮૦ ફુટ રોડ સત્યમ પાર્કની પાછળના ભાગે આજી નદીના કાઠે અવાવરૂ જગ્યા ખાતેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ તથા જીવતા કારતુસ નંગ-૦૪ સાથે કેતન રમેશભાઇ ગોહેલ (ઉ.વ-૩૫ ધંધો-છુટક મજુરી રહે-ભવાનીનગર મે રોડ આજી નદી કાઠે રામનાથપરા)ને પકડી લીધો છે.

શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા  ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સૂચના અંતર્ગત  પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સબ.ઈન્સ. એસ.બી.ઘાસુરા તથા એસ.ઓ.જી.શાખાના કર્મચારીઓ હેડકોન્સ અમિતકુમાર ટુંડીયા તથા કોન્સ. કિશોરભાઇ ઘુઘલ તથા રવિરાજભાઈ ધગલે આ કાર્યવાહી કરી હતી. આ શખ્સ અગાઉ બી ડિવિઝન પોલીસમાં એક ગુનામાં પકડાયો હતો. માથાકૂટ ચાલતી હોઇ હથિયાર રાખ્યું હોવાનું રટણ કર્યું હતું.

 

(9:02 PM IST)