News of Saturday, 6th September 2025
જીવનના અમૃત વર્ષમાં પ્રવેશતા પૂર્વ મંત્રી મોહનભાઇ કુંડારીયા

રાજકોટ : ભાવથી ભરપુર, ભાષાથી સુંદર, સિધ્ધાંતોમાં સમતોલ, પ્રસ્તુતિમાં પારંગત અને આંધી સામે અડીખમ જાણીતા જનસેવક શ્રી મોહનભાઈ કુંડારિયાનો આજે જન્મદિન છે. તેમનો જન્મ તા. ૬ સપ્ટેમ્બર ૧૯૫૧ ના દિવસે થયેલ. આજે જાજરમાન જીવનના ૭૫ માં વર્ષની ડોરબેલ વગાડી છે.
કડવા પાટીદાર શ્રી મોહનભાઇ કુંડારિયા પડધરી-ટંકારા મત વિસ્તારમાંથી પાંચ વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રાજયમાં ગ્રામ વિકાસ મંત્રી તરીકે રહી ચૂકયા છે. સતત બે વખત રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, તેમણે કેન્દ્ર સરકારમાં રાજય કક્ષાના કળષિ મંત્રી તરીકે સેવા આપી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિના અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. નાફેડના ડીરેકટર છે, તેઓ રાજકીય, સહકારી, સામાજિક વગેરે ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર બહુમુખી પ્રતિભા છે. હકારાત્મક - રાજનીતિમાં માને છે. તેમના સાંસદ તરીકેના કાર્યકાળને કાર્યકરો આજેય યાદ કરી રહ્યા છે.
મો. ૯૮૨૫૦ ૦૫૩૮૬ રાજકોટ
(12:24 PM IST)










