<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ઇન્‍સ્‍ટાગ્રામ પર ફેમસ રૂખડીયાપરાના ઉમેદ ઉર્ફ બાબરે થોરાળાના શાહીદ અને ગુલામરસુલને છરીના ઘા ઝીંકયા

એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશન નજીક રઘુવીર ખમણ પાસેની શેરીમાં ઇદના ઝુલુસ વખતે બનાવ : શાહિદના મિત્ર જયવીન ગોહેલના પગ પર ઉમેદે મોટરસાઇકલ ચડાવી દેતાં ધ્‍યાન રાખવાનું કહી ઝઘડો કર્યોઃ સમજાવવા જતાં તૂટી પડયો : એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે આરોપીને રાતોરાત પકડી લીધોઃ અગાઉ રાજકોટ ધોરાજીમાં મારામારી, રાયોટીંગમાં સંડોવણી

રાજકોટ તા. ૬: શહેરમાં ગઇકાલે નીકળેલા ઇદના ઝુલુસ બાદ સાંજે છએક વાગ્‍યે નવા થોરાળાનો યુવાન તેના બે મિત્રો સાથે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનની ડાબી બાજુએ રઘુવીર ખમણ સામે એસીબી ઓફિસ તરફ જતી શેરીમાં હતાં ત્‍યારે આ યુવાનના  મિત્રના પગ પર પોપટપરામાં રહેતાં અને ઇન્‍સ્‍ટાગ્રામમાં રીલો મુકી જાણીતા બનેલા તેમજ અગાઉ પણ હત્‍યાની કોશિષ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડેલા શખ્‍સે પોતાનું મોટરસાઇકલ ચડાવી દેતાં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં તે છરીથી તૂટી પડયો હતો અને થોરાળાના બે મિત્રોને પેટ, પડખા, હાથમાં ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી અને ભાગી ગયો હતો. આ શખ્‍સને એલસીબી ઝોન-૨ ટીમે રાતોરાત પકડી લીધો હતો.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે નવા થોરાળા શેરી નં. ૨ સ્‍વામિનારાયણ સ્‍કૂલ પાસે રહેતાં શાહીદ અશરફભાઇ ઓડીયા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી રેલનગર-૧૪માં રહેતાં ઇન્‍સ્‍ટાગ્રામ પર ફેમસ થયેલા અને એનક ઉમેદ ઉર્ફ બાબર વિરૂધ્‍ધ ગુનો નોંધી દાખલ કર્યો હતો. દરમિયાન આરોપીને રાતોરાત એલસીબી ઝોન-૨ ટીમે પકડી લઇ આકરી પુછતાછ કરી એ-ડિવીઝન પોલીસને સોંપ્‍યો હતો. આ શખ્‍સે પોતાનું પુરૂ નામ ઉમેદ ઉર્ફ બાબર ગફારભાઇ ભાવર (ઉ.વ.૧૯-રહે. રૂખડીયાપરા) જણાવ્‍યું હતું.

હુમલામાં ઘાયલ થયેલો શાહીદ ઓડીયા પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરે છે. તેણે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે હું શુક્રવારે સાંજે છએક વાગ્‍યે મારા મિત્ર નવા થોરાળા-૬માં રહેતાં ગુલામરસુલ રજાકભાઇ શેખ (ઉ.વ.૧૭) સાથે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશન નજીક રઘુવીર ખમણની દૂકાન સામે એસીબી ઓફિસવાળી ગલીમાં ઉભો હતો. આ વખતે એક મોટરસાઇકલવાળાએ મારા મિત્ર જયવીન ગોહેલના પગ ઉપર તેનું વાહન ચડાવી દેતાં જયમીને તેને ‘તમે તમારુ વાહન ધ્‍યાનથી હંકારો મને પગમાં લાગી ગયું છે' તેમ કહેતાં આ મોટરસાઇકના ચાલકે મારા મિત્ર જયમીન સાથે ઝઘડો ચાલુ કર્યો હતો.

આથી હું અને બીજો મિત્ર ગુલામરસુલ રજાકભાઇ શેખ આ અજાણ્‍યા મોટરસાઇકલના ચાલકને સમજાવવા ગયા હતાં. આ શખ્‍સ ઇન્‍સ્‍ટાગ્રામમાં ફેમસ થયેલો રેલનગરમાં રહેતો ઉમેદ ઉર્ફ બાબર હતો. તે મને ગુંડી ગાળો દેવા માંડયો હતો અને અચાનક જ તેણે નેફામાંથી છરી કાઢી હતી અને મને પેટમાં ડુટી નીચે એક ઘા મારી દીધો હતો. બીજો ઘા મારવા જતાં મારો મિત્ર ગુલામરસુલ વચ્‍ચે પડતાં તેને ડાબા હાથમાં ઇજા થઇ હતી. તેમજ બીજો ઘા ગુલામરસુલને ડાબા પડખામાં મારી દીધો હતો. અમને બંનેને લોહી નીકળવા માંડતા અમે રાડારાડી કરતાં માણસો ભેગા થઇ ગયા હતાં. આથી ઉમ્‍મીદ ઉર્ફ બાબર ભાગી ગયો હતો.

આ પછી મને અને ગુલામરસુલને મારો મોટો ભાઇ શાકીર, પરવેઝભાઇ સહિતના હોસ્‍પિટલે લઇ ગયા હતાં. જ્‍યાં ડોકટરે મને તમારે ઓપરેશન કરાવવું પડશે તેમ કહ્યું હતું.  સાંજે હું, મારા મિત્રો ગુલામરસુલ અને જયવીન ગોહેલ રઘુવીર ખમણ નજીક એસીબી ઓફિસવાળી શેરીમાં ઉભા હતાં ત્‍યારે મારા મિત્ર જયવીનના પગ પર ઇન્‍સ્‍ટાગ્રામ પર ફેમસ થયેલા ઉમ્‍મીદ ઉર્ફ બાબરના પગ પર તેનું વાહન ચડાવી દેતાં અને ધ્‍યાન રાખવાનું કહેતાં તેણે બોલાચાલી કરી ગાળો દેતાં હું અને મિત્ર ગુલામરસુલ સમજાવવા જતાં તેણે અમારા પર છરીથી હાુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયો હતો. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમે ઉમેદ ઉર્ફ બાબર ભાવરને પકડી લીધો હતો. આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ ધોરાજી પોલીસ સ્‍ટેશનમાં અને પ્ર.નગર પોલીસમાં મારામારી-રાયોટીંગના ગુના નોંધાઇ ચુક્‍યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએઅસાઇ  જયંતિભાઇ ગોહિલ, એએસઆઇ રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, નાસતા ફરતા સ્‍ક્‍વોડના હેડકોન્‍સ. અંકિતભાઇ નિમાવતે આરોપીને પકડી એ-ડિવીઝનને સોંપ્‍યો હતો.

(3:05 PM IST)