<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

વોર્ડ નં.૦૩માં માધાપર ગામમાં વિદ્યુત સ્‍મશાન ડેવલપ થશે

 

 રાજકોટઃ   રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૩માં ૩.૮૨ કરોડના ખર્ચે વોર્ડ માધાપર ગામના હયાત સ્‍મશાનને વિદ્યુત સ્‍મશાન તરીકે ડેવલપ કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટરો બાબુભાઇ ઉઘરેજા, અલ્‍પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:35 PM IST)