News of Saturday, 6th September 2025
વેસ્ટ ઝોનમાં રસ્તા ટનાટન બનાવાશેઃ મેટલીંગ કામને મંજુરી

રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં ૩૧.૧૫ કરોડના ખર્ચે વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧રમાં રસ્તા મેટલીંગ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:36 PM IST)










