<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

નવા સુધારેલા GST દરો ભારતને આર્થિક પ્રગતિ તરફ લઇ જશે : જગદીશભાઇ કોટડીયા

 

રાજકોટઃ તા. ૬, ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ માલસામાન તથા સેવાઓ ઉપર લાગુ થતાં જી.એસ.ટી. નવા દર માળખા (સ્‍લેબ) જાહેર કરવામાં આવ્‍યો છે. આ સુધારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીજીના સશકત નેતૃત્‍વનું જીવંત ઉદાહરણ છે. તેમ પ્રદેશ ભાજપ ઉદ્યોગસેલના કન્‍વીનીર જગદીશભાઇ કોટડીયાએ જણાવ્‍યું છે.

રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઇ કોટડીયાએ નિવેદનમાં જણાવ્‍યું છે કે દેશની સમસ્‍ત જનતાનું હિત ધ્‍યાને લેતા સરકારના આ નિર્ણયથી મધ્‍યમવર્ગને વ્‍યવસાયની તકો, ગૃહિણીઓને રાહત, યુવાનોને રોજગારની તકો પુરી પાડશે.નવા સુધારાઓ અંતર્ગત જી.એસ.ટી. માળખાને સરળ બનાવી બે જ સ્‍લેબ પ ટકા અને ૧૮ ટકા રાખવામાં આવ્‍યા, દૈનિકજીવનની ઘરેલું વસ્‍તુઓ, સાબુ, ટુથપેસ્‍ટ, અનાજ, બ્રેડ પર જી.એસ.ટી. ઘટાડી પ ટકા અથવા શૂન્‍ય કરવામાં આવ્‍યો, જીવનરક્ષક દવાઓ પર ૧ર ટકા થી ઘટાડીને શુન્‍ય અથવા પાંચ ટકા કરવામાં આવ્‍યો, ટુ-વ્‍હીલર, સ્‍મોલ કાર, ટી.વી., એ.સી., સિમેન્‍ટ જેવા ઉત્‍પાદનો પર ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્‍યો જે મધ્‍યમવર્ગને સીધી અને ફાયદાકારક અસર કરશે.

ખેડૂતમિત્રોના હિતને ધ્‍યાને રાખી ખેતી સાધનો, સિંચાઇ ઉપકરણો, ટ્રેકટર પર જી.એસ.ટી. ૧ર ટકાથી ઘટાડી પ ટકા કરાયો, હોટલ સ્‍ટે. જીમ, સલોન અને યોગા જેવા સેવાઓ પર ૧૮ થી ઘટાડીને પાંચ ટકા જેવો જી.એસ.ટી. લાગુ કરાયો. આ સુધારોઓથી ઘરના બજેટમાં બચત થશે, વાહન ખરીદી સસ્‍તી બનશે. ઘરનું બાંધકામ સસ્‍તુ થશે, રોજગારીની તકો ઉભી થશે યુવાનોને વાહન ઉદ્યોગમાં નોકરીની તકો મળશે, ખેતીનો ખર્ચ ઘટડાથી ખેડૂતોને સીધો લાભ થશે. ભારત ઝડપથી આર્થિક મહાશકિત બનવા તરફ આગળ વધી રહયુ છે ત્‍યારે    ‘સર્વજન હિતાય સર્વજન સુખાય' ના મંત્રને ઉજાગર કરતું મધ્‍યમવર્ગ, ગૃહિણીઓ, યુવાનો, ખેડૂતો, ઉદ્યોગકારો સૌના કલ્‍યાણ માટે લેવાયેલા આ નિર્ણયો સર્વાગી વિકાસની નવી તકો પુરી પાડી ભારતને ઝડપથી આર્થિક પ્રગતિ તરફ દોરી જશે તેમ પ્રદેશ ભાજપ ઉદ્યોગસેલના કન્‍વીનર જગદીશભાઇ કોટડીયાએ અંતમાં જણાવ્‍યું છે.

(4:43 PM IST)