તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Sunday, 7th September 2025
વાવડીમાં રહેતાં બિહારી પરિવારનો ૧૫ વર્ષનો દિકરો ગૂમઃ તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
કોઇની સાઇકલ ઘરે લાવ્યો હોઇ તે બાબતે પિતાએ પુછતાછ કરતાં નીકળી ગયાની શક્યતા

રાજકોટઃ શહેરના વાવડી વિશ્વારમાં રહેતાં મુળ બિહારના યુવાનનો ૧૫ વર્ષનો દિકરો તા. ૬/૯ના રોજ સવારે છએક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ ગાયબ થતાં શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે સગીર ગુમ થવાના મામલે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદી કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં ત્રણ દિકરા છે. જેમાં ૧૫ વર્ષનો દિકરો ઘરે કોઇની સાઇકલ લઇને આવ્યો હોઇ આ બાબતે પિતાએ તેને કોની સાયકલ છે? એમ પુછતાં તેણે મિત્રની છે તેવુ કહ્યું હતું. આથી પિતાએ તું ખરેખર મિત્રની સાઇકલ લાવ્યો છો કે કોઇની ચોરી લાવ્યો? આથી તેણે મિત્રની જ હોવાનું કહ્યું હતું. બીજા દિવસે પિતાએ તેને હું કાલે તારી સ્કૂલે આવીને આ સાઇકલ જે મિત્રએ આપી છે તેની તપાસ કરીશ તેમ કહ્યું હતું. બાદમાં બધા સુઇ ગયા હતાં. દરમિયાન તા. ૬ના સવારે બધા જાગ્યા ત્યારે આ દિકરો ઘરમાં નહોતો. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. ભોજભાઇ મોભે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(11:09 AM IST)










