News of Sunday, 7th September 2025
રાજકોટનો આજી-1 ડેમ 21મી વખત ઓવરફલો: લોકો રાજી-રાજી :જુઓ વિડીયો
આહ્લાદક નજારો જોવા લોકો ઉમટ્યા હતા: ન્યારી ડેમ-1ની ૨૨.૬૩ ફુટે સપાટી પહોંચી

રાજકોટ: રાજકોટના શહેરીજનો માટે મોટી રાહતના સમાચાર છે. શહેરના જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજે ૨૯ ફુટની નિર્ધારીત સપાટીએ ભરાતા ૨૧મી વખત ઓવરફલો થતા શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી હતી. આહ્લાદક નજારો જોવા લોકો ઉમટ્યા હતા.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અને સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠાલવવાને કારણે શહેરને પાણી પૂરૂં પાડતા ડેમ છલોછલ ભરાઈ ગયા છે. આજી-૧ ડેમની સપાટી ૨૯ ફુટે પહોંચતા આ ડેમ છલકાયો હતો.
આજી-૧ ડેમની ક્ષમતા ૯૧૭ એમસીએફટી જેટલી છે અને ૧૯૫૪માં બન્યા બાદ અત્યાર સુધીમાં ૨૧ વખત ઓવરફલો થયો છે. ભાદરની ક્ષમતા ૬૬૪૦ એમસીએફટી છે અને ૧૯૬૪માં તે બન્યો હતો,૨૬ વખત તેમજ ૧૦૮૪ એમસીએફટીની ક્ષમતા ધરાવતો ન્યારી-૧ ડેમ ૨૫ વાર ઓવરફલો થયો છે.
ન્યુ રાજકોટના વિસ્તારોને પુરૂં પાડતા અને શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ ન્યારી-૧ ડેમની ૨૨.૬૩ ફુટે સપાટી પહોંચી છે. આ ડેમ ૨૫ ફૂટે ઓવરફલો થાય છે. આ ડેમમાં ૯ મહિના સુધીનું પાણી છે.
જ્યારે સૌરાષ્ટ્રના જીવાદોરી સમા ભાદર ડેમમાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીનું પાણી છે. આ ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે. આ જળાશયમાંથી રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ વિસ્તારોમાં પાણી વિતરણ થાય
(8:43 PM IST)










